મુંબઇ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણો મધુભન રીસોટ્‌ર્સ ખાતે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફૂડ ફેસ્ટિવલ એ સ્વાદિષ્ટ રાંધણકળાનો પ્રવેશદ્વાર છે જે સ્વાદિષ્ટ અને સુરૂચિકર ખાનપાનને સમર્પિત છે. ફૂડ ફેસ્ટિવલ એ તેના નામ મુજબ જ સ્વાદિષ્ટ ભોજનની ઉજવણી છે, જેને આપણે સહુ પ્રેમ કરીયે છીએ અને માણીએ છીએ.

ભારત એ વૈવિધ્યપૂર્ણ દેશ હોવાથી વર્ષોથી સંસ્કૃતિઓ અને તેમની ભોજનપ્રથાઓનું ઘર બન્યું છે. આવી જ એક ભોજન સંસ્કૃતિનું મિશ્રણ એટલે સ્ટ્રીટ ફૂડ ઓફ મુંબઈ. મુંબઈ એ ભારતના સૌથી મોટા શહેરોમાંનું એક છે કે જેમાં ૨૨ કરોડથી પણ વધુ લોકો વસે છે. મુંબઈકરોનો સ્ટ્રીટ ફૂડ માટેનો અનહદ પ્રેમ એ તેની આબેહૂબ બાબતોમાંની એક વિશેષતા છે. દાયકાઓથી ફેલાયેલા આ ખાણી-પીણીના એકમો અને તેમની વધતી જતી લોકપ્રિયતાએ મુંબઈમાં વિશાળ ફૂડ કલચર ઉભું કર્યું છે.

તેથી ઉજવણીની આ ઋતુમાં મધુભન એ ફૂડ લવર્સને ઉજવણીની એક અનોખી તક આપે છે. “૨૪ સેવન ધ કોફી શોપ” પ્રસ્તુત કરે છે – મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ  ડિનર બૂફે ! મુંબઈના સ્ટ્રીટ ફૂડની લહેજતદાર યાત્રા માં આપનું સ્વાગત છે!

પોતાના વિશિષ્ટ સ્વાદને લીધે જાણીતા આ ભોજનનો સ્વાદ અતુલનીય છે. મધુભનના મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં મળશે તીખી તમતમતી અને ચટાકેદાર પાણીપુરી, સ્વાદિષ્ટ પાઉંભાજી, ગરમાગરમ વડાપાઉં, ચાટ અને ભેળની વિવિધ વાનગીઓ, રસદાર કબાબ રોલ્સ, મુંબઈની પ્રખ્યાત બોમ્બે સેન્ડવિચ, તીખી અને મજેદાર કોથમીર વડી, સાલ કાઢી, ફ્રેન્કી અને બીજું ઘણું બધું. મ્હોંમાં પાણી લાવી દે એવા ફાલૂદા અને મુંબઈની લોકલ પુરણપોળી વગર મજા આવે ખરી?

આ બધું જ  મળશે મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં !

૨૭મી જુલાઈથી ૫ ઓગસ્ટ ૨૦૧૮ સુધી યોજાનારો આ  ફૂડ ફેસ્ટિવલ  એ બધા જ ફૂડ લવર્સ માટેની એક કદી ન ચુકાય એવી તક છે, કારણ કે મધુભન મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ એ સીધું જ તમારી થાળીમાં ચૌપાટી અને મરિનડ્રાઈવનો રસથાળ પીરસે છે! તો ભોજનનો આ રસથાળ માણવા આવશો ને?

Share This Article