ભુજ: સ્થાનિક સમુદાયો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને જાળવી રાખતા, સેમ્બકોર્પે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિલ ડેવલપમેન્ટ એકેડમી (આઇએસડીએ) સાથે મળીને તેની સામુદાયિક પહેલના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ મેડિકલ યુનિટ (એએમયુ) સેવા શરૂ કરી છે. આ સેવાનો ઉદ્દેશ્ય માંડવી અને નખત્રાણા તાલુકાના 40 ગામોને આવરી લેતા પ્રદેશોમાં વંચિત સમુદાયોના ઘરોની નજીક પ્રાથમિક નિવારક આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ સેવાથી 60,000 લોકોને ફાયદો થશે.
આજે મઉં મોતી ગામ સ્થિત ભાનુસાલી મહાજનવાડી ખાતે આયોજિત એક સમારોહમાં આ મોબાઈલ મેડિકલ યુનિટ સેવાને લીલી ઝંડી આપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
એમએયુ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા ગામોની સંખ્યા | 40 |
એમએમયુ સેવાઓનો લાભ મેળવનાર માટે લોકોની અંદાજીત સંખ્યા | 60,000 |
આ એમએમયુ સેવા મૂળભૂત પ્રાથમિક આરોગ્યસંભાળ સેવાઓની પહોંચમાં સુધારો કરવા અને અમારા સંચાલનના ક્ષેત્રમાં સમુદાયોમાં આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ સેવા ચિકિત્સા શિબિરોની સુવિધા આપશે અને ઉધરસ, શરદી, તાવ જેવી સામાન્ય બિમારીઓ માટે મફત દવાઓ અને સલાહ પુરી પાડશે કરશે અને ચેપી અને બિન-ચેપી બંને રોગોને આવરી લેશે. જો જરૂરી જણાય તો, ક્રોનિક કેસોને ફોલો-અપ માટે નજીકના પ્રાથમિક આરોગ્યસંભાળ કેન્દ્રોમાં મોકલવામાં આવશે. એમએમયુ એક જીપીએસ સિસ્ટમથી સજ્જ છે, જે સંચાલકોને વાસ્તવિક સમયના ધોરણે વાનની પ્રગતિ પર દેખરેખ રાખવા સક્ષમ બનાવે છે.
સેમ્બકોર્પ એ એક અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની છે, જે જિલ્લામાં મૂળભૂત આરોગ્યસંભાળ સુવિધાઓને સમાજના દરેક વર્ગ માટે સુલભ બનાવીને ઉન્નત કરવા માટે પ્રતિબદ્ધ છે. એમએમયુ સમગ્ર વર્ષ દરમિયાન સેવાઓ પુરી પાડશે, જે ગ્રામીણ સમુદાયોને તેમના ઘરઆંગણે આરોગ્યસંભાળ સુવિધાઓ મેળવવામાં મદદ કરશે, આ રીતે દૈનિક આજીવિકા પ્રવૃત્તિઓ માટે તેમના મૂલ્યવાન સમયની બચત થશે. સેમ્બકોર્પ તેના સમુદાયો સાથે જીવનની ગુણવત્તા સુધારવા અને તેમને સર્વગ્રાહી રીતે સશક્ત કરવા માટે મળીને કામ કરે છે.