જૂનાગઢની પરિણીતાને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દૂષ્કર્મ આચર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતી એક ૨૨ વર્ષીય પરિણીતાનો પતિ જેલમાં છે. આથી મધુરમ બાયપાસ પાસેજ બાલાજી એપાર્ટમેન્ટ નજીક રહેતા મીત સોંદરવાએ એકાદ મહિના પહેલાં તેને ઘેર જઇ તેના પતિને જેલમાંથી છૂટવા ન દેવાની ધમકી આપી તેના કપડાં ઉતારી ફોટા પાડી લીધા હતા.

બાદમાં એ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે પરિણીતાએ મીત સામે સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢની એક સગર્ભાના કપડાં ઉતરાવી તેના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી એક શખ્સે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પિડીતાનો પતિ જેલમાં હોઇ તેને છૂટવા ન દેવાની ધમકી પણ આરોપીએ આપી હતી.

Share This Article