દેશના ખેડુતોને સામાજિક સુરક્ષા વધારે અસરકારક રીતે મળે તે દિશામાં પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. કૃષિ પર હાલના વર્ષોમાં જળવાયુ પરિવર્તનની માઠી અસર જાવા મળી રહી છે. કૃષિ પર જળવાયુ પરિવર્તનના હુમલા દેશ માટે એક મોટા પડકાર તરીકે છે. તેને કોઇ રીતે નકારી શકાય નહીં. સામાજિક સુરક્ષા યોજના ખેડુતો માટે હજુ અપુરતી સાબિત થઇ રહી છે. સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં ખેડુતોની સ્થિતીને સુધારી દેવા માટેના તમામ પ્રયાસ કર્યા હોવા છતાં હજુ વધારે કામ કરવાની જરૂર છે. હાલમાં જારી કરવામાં આવેલા વૈશ્વિક ભુખમરા ઇન્ડેક્સ અથવા તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ મુજબ ૧૧૯ દેશોમાં ભારત ૧૦૩માં સ્થાને છે. અમે બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા તેમજ મ્યાનમાર કરતા પણ નીચે સ્થાને છીએ.
પડોશી દેશોમાં અમે માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા સારી સ્થિતીમાં દેખાઇ રહ્યા છીએ. આશ્ચર્યજનક બાબત એ છે કે ગરીબી નાબુદી માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી હોવા છતાં સફળતા હાંસલ થઇ રહી નથી. ચોક્કસપણે કેટલીક બાબતો આત્મનિરિક્ષણની બાબતો છે. દેશમાં ગરીબી હટાવોના નારા ખુબ બની ચુક્યા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે ગરીબોન સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો ગયો છે. એવુ નથી કે સરકાર ગરીબીમાંથી લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહી નથી. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી જે પ્રયાસ કરવામાં આવ્યા છે તે અપુરતા સાબિત થઇ રહ્યા છે. દેશમાં ગરીબી દર લગભગ છ વર્ષની અવધમાં ૫૫ ટકાથી ઘટીને ૨૮ ટકા સુધી નીચે પહોંચી ગયો છે. ગરીબીની પરિભાષાને લઇને પણ દુવિધાભરી સ્થિતી છે. ગરીબીમાં ગ્રામીણ શહેરી વિભાજન પણ ઉપયોગી છે. પાંચ ભારતીય પૈકી એક ગરીબ છે.
દરેક પાંચ ગરીબ લોકો પૈક ચાર ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ગ્રામીણ વિસ્તારમાં મોટા ભાગના લોકો કૃષિ અને તેની સાથે સંબંધિત ક્ષેત્ર સાથે જાડાયેલા રહે છે. જા કે અમને એ બાબત પણ સમજી લેવાની જરૂર છે કે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતી કૃષિ આજીવિકાના પુરતા અવસર આપવામાં નિષ્ફળ છે. દેશ ઝડપથી જળવાયુ પરવર્તનના સકંજામાં આવી રહ્યુ છે. સામાજિક સુરક્ષા યોજના હાલમાં અપુરતી સાબિત થઇ રહી છે. સરકારે આ ક્ષેત્રમાં કેટલાક પ્રભાવી પગલા લીધા હોવા છતાં કામગીરી પુરતી દેખાઇ રહી નથી. સરકાર દ્વારા મુદ્રા સ્વાસ્થ્ય યોજના, નીમકોટીન યુરિયા , પરંપરાગત કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી કેટલીક નવ પહેલ કરી છે. જો આ તમામ યોજનાને અસરકારક રીતે અમલી કરવામાં આવે તો ફાયદો વધારે થઇ શકે છે. સામાન્ય રીતે અને ટુંકમાં કહેવામાં આવે તો દેશને ગરીબીમાંથી રાહત અપાવવા માટે યોગ્ય પગલા લેવા પડશે. સરકાર દ્વારા આપવામાં આવતી મદદ સારી અને સરળ રીતે ગરીબ સુધી પહોંચે તે પણ ખુબ જરૂરી છે. કૃષિની સ્થિતીને મજબુત કરવા માટે દરેક રાજકીય પાર્ટી પોતાની રીતે કામ કરરી રહી છે.
જો કે સ્થિત અપેક્ષા મુજબ સુધરી રહી નથી. આજે પણ દેશના ખેડુતો વારંવાર જુદી જુદી માંગણીને લઇને રસ્તા પર ઉતરી આવે છે. જે સાબિત કરે છે તેમનામાં અસંતોષ વ્યાપક છે. લોન માફીની માંગ વારંવાર કરવામાં આવે છે. સાથે સાથે તેમની પેદાશના યોગ્ય ભાવ મળે તેવી વાત પણ વારંવાર કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં આજે પણ વારંવાર ખેડુતો દ્વારા આપઘાત કરવાના સમાચાર આવતા રહે છે. જે દેશ માટે કમનસીબ બાબત છે. રાજકીય પક્ષોને રાજનીતિથી ઉપર ઉઠીને કૃષિ અને ખેડુતોની સ્થિતીને સુધારવા માટે પગલા સુચવવા જાઇએ. મજબુત ઇચ્છાશક્તિ અને તમામના સહકાર વગર આ મોટા પડકારને પાર પાડવાની બાબત શક્ય નથી. એક વ્યવસ્થા યોજના અમલીકરણ પર નજર રાખવા માટેની રહે તે જરૂરી છે.