આજે વર્લ્ડ હાઇપરટેન્સન ડે છે. દુનિયામાં આ બિમારીથી ગ્રસ્ત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આજે આ બિમારીને લઇને સાવચેતી રાખવા માટેની સલાહ નિષ્ણાંત તબીબો દ્વારા સતત આપવામાં આવે છે. હાલમાં કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઇપરટેન્શન સાયલન્ટ કિલર તરીકે છે. દરેક ત્રીજી વ્યક્તિ આજે હાઇ બીપીનો શિકાર છે. આજે એટલે કે ૧૭મી મેના દિવસે દર વર્ષે હાઇપરટેન્શન ડે તરીકેની ઉજવણી કરવામા આવે છે. દુનિયાભરમાં આ બિમારી પ્રત્યે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવે છે. હાઇપરટેન્શન અથવા તો હાઇબ્લડ પ્રેશર ડેના દિવસે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આ એક એવી બિમારી છે જે તમામ વયના લોકોમાં ઝડપથી ફેલાઇ રહી છે. હાઇપરટેન્શન એક એવી બિમારી છે જેમાં કોઇ ખાસ લક્ષણ દેખાતા નથી. આ બિમારી કોઇ પણ લક્ષણ વિના આવે છે. જેથી જ આને સાયલન્ટ કિલર તરીકે પણ ગણી શકાય છે. હાઇપરટેન્શન કેટલાક કારણોથી થાય છે. જેમાં કેટલાક શારરિક અને કેટલાક માનસિક કારણ છે.
હાઇ બિપીના કારણે આંખ પર પણ અસર થાય છે. હાઇપરટેન્શનમાં બ્લડપ્રેશર ૧૪૦ ઉપર પહોંચી જાય છે. જેથી આ બિમારીને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. આપને આ બાબત જાણીને હેરાની થશે કે દુનિયાભરમાં દર ત્રણ પૈકી એક હાઇપરટેન્શનથી ગ્રસ્ત છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૦ સુધી શહેરી વિસ્તારોમાં હાપરટેન્શનની ઘટના ૨૦થી ૪૦ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ૧૨થી ૧૭ ટકા સુધી વધી શકે છે. આ બિમારીથી ગ્રસ્ત ૯૦ ટકા લોકોને આ બિમારીને લઇને કોઇ માહિતી નથી. મોટા ભાગના લોકોને આ માહિતી નથી કે તેમને હાઇ બ્લડ પ્રેશરની તકલીફ છે. જેથી સ્થિતી ગંભીર હોવાની દહેશત વધી જાય છે. હાઇપરટેન્શન માટે મુખ્ય કારણ એથેરોક્લેરોસીસ છે. હાર્ટથી શરીરના બાકી હિસ્સા સુધી ઓક્સજન અને પૌષક તત્વો પહોંચાડનાર બ્લડ વાહિનીમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે. કેÂલ્શયમ અને ફાઇબ્રિનથી પ્લાકનુ નિર્માણ થાય છે. જેથી એથેરોક્લોરોસીસ નામની બિમારી થાય છે. આના કારણે શરીરમાં બ્લડપ્રેશરનુ પ્રમાણ વધી જાય છે. હાઇપરટેન્શનના કારણે બ્રેન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
બ્લડ પ્રેશર વધવા માટે કેટલાક કારણો હોય છે. જેમાં કોલેસ્ટ્રોલમાં વધારો, સ્થુળતા, વધારે પ્રમાણમાં નોન વેજિટેરિયન ચીજ વસ્તુઓના ઉપયોગ અને શરાબના ઉયયોગને પણ કારણરૂપ તરીકે ગણવામાં આવે છે. તબીબો અને મેડિકલ નિષ્ણાંતો માને છે કે હાઇ બ્લડ પ્રેશરની સ્થિતીને કન્ટ્રોલ કરવાની બાબત સરળ નથી.મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીસના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીશથી પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં આનાથી પણ ચિત્ર ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં દર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શન અને ડાયાબિટીસથી પરેશાન છે.તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી માહિતી આપવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્કીની ઇન્ડિયાસ ટ્વીન ઇપીડેમીક (એસઆઈટીઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે.
ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિત સર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મુંબઈમાં આ સર્વેના તારણો જાહેર કરવામાં આવી ચૂક્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીસ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૬૭ ટકાની આસપાસ છે. ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત નજરે પડ્યાં છે. દરેક બીજી વ્યÂક્ત હાઈપરટેન્શનથી ગ્રસ્ત છે. એક માત્ર મહારાષ્ટ્ર ઉપર જ ધ્યાન આપવામાં આવે તો અહીં પણ હાલત કફોડી બનેલી છે. ૮ રાજ્યોને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સ્પોન્સર કરીને કરવામાં આવેલા અભ્યાસમાં આઠ રાજ્યોના મોટા શહેરોમાં રહેતા ૧૬,૦૦૦ લોકોને આવરી લઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. બિમારીના સંબંધમાં જાગૃતિ જગાવવાની જરૂર છે.