આપણી સંસ્કૃતિનાં મોટા તહેવારોમાનો એક તહેવાર છે હોળી. હોળીને લઈને ગણી માન્યતાઓ છે. હોળીની મૂળ વાર્તા શોર્ટમાં કહીએ તો હિરણ્યકશ્યપની બહેન હોળીકાને આગમાં ન બળી શકે તેવું વરદાન હતું. તેથી તે ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેસી જાય છે. તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણનાં આશીર્વાદને લીધે પ્રહલાદનો વાળ પણ વાંકો થતો નથી અને હોળીકા આગમાં બળીને ખાખ થઈ જાય છે. આથી અસત્ય પર સત્યનો વિજય ઉજવવા માટે આપણે પણ દર વર્ષે હોળી પ્રગટાવીએ છીએ.
હોળી ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ઉજવાય છે. ભારતમાં પણ અલગ અલગ વિસ્તચારમાં હોળી અલગ અલગ રીતે ઉજવાય છે. આપણે ત્યાં સાંજે હોળી પ્રગટાવીને તેમાં નાળિયેર ચડાવી તથા કંકુ ચોખાથી હોળીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ તાંબાના લોટામાં પાણી ભરીને હોળીને ફરતે પાણી ચડાવતા ચડાવતા પ્રદક્ષિણા કરવામાં આવે છે. લોકો તેમાં ધાણી અને ખજૂર પણ ચડાવે છે તથા પ્રસાદ તરીકે અન્ય લોકોમાં વહેંચે છે. એક લોકવાયકા એવી પણ છે કે જો તમે હોળીની નજીકથી પ્રદક્ષિણા કરો અને તેનો તાપ તમારા શરીરને અડે તો માંદગી તમારાથી કોસો દૂર રહે છે.
ઘણા વર્ષો પછી બંને દિવસ બુધવાર અને ગુરુવાર ના રોજ માતંગ યોગ બની રહ્યો છે. આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 8.58 મિનિટ થી લઈને 12.13 મિનિટ સુધીનું છે. ભદ્રા વધારે સમય રહેવાના કારણે આ વર્ષે હોલિકા દહન આજે રાત્રે 9 વાગ્યા પછી થઇ શકશે. એવું કહેવાય છે કે હોળાષ્ક ખતમ થયા પછી હોળીનાં બીજા દિવસથી કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે.