રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પૃથ્વી પર ગ્રીન એન્વાયરમેન્ટ દરેક માટે ખૂબ જ જરૂરી છે. આ હેતુસર સેવ એન્વાયરમેન્ટનો મેસેજ આપવા માટે તેમજ લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે “ગ્રીન રન”નું આયોજન “અમે અમારા પર્યાવરણને બચાવીશું” આ સ્લોગન હેઠળ કરવામાં આવ્યું હતું. 5KM અને 10KMની બે અલગ અલગ કેટેગરીમાં નાગરીકો ભાગ લીધો હતો. સહભાગીઓને ટી-શર્ટ, મેડલ, ઈ-સર્ટિફિકેટ, ઈ-ફ્રેમ, રિફ્રેશમેન્ટ, ટ્રી “હેપ્પી ટીમ” તરફથી આપવામાં  આવ્યા હતા.

આપણા પર્યાવરણને બચાવવા માટે નવી જનરેશન વધુમાં વધુ અવેર થાય માટે વિશેષ રીતે લોકોને આ ઇવેન્ટના  આયોજન થકી જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે  કે, આ કાર્યક્રમની સફળતા આપણને અમુક અંશે પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવામાં અને પ્રકૃતિની એકંદર સુંદરતામાં વધારો કરવામાં મદદ તો કરશે જ પરંતુ આ સિવાય એન્વાયરમેન્ટ અને હેલ્ધી રહેવાનો સંદેશો પણ લોકોને મળશે.

કેમ કે, આજના આધુનિક યુગમાં લોકો પોતાની હેલ્થ પ્રત્યે ધ્યાન રાખવાનું ભૂલી રહ્યા છે. દિવસ દરમિયાનની ભાગ-દોડમાં સ્વાસ્થ્ય માટે વોકિંગ, રનિંગ ભૂલી રહ્યા છીએ. જેથી રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોને રનિંગ કરતા જોઈ બીજાને પણ આ પ્રેરણા ચોક્કસથી મળી હતી. રવિવાર તારીખ 11મી જૂન 2023 રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વહેલી સવાર સહ માટે જીવનપર્યત યાદગાર બની રહી હતી.

Share This Article