તમામ શુભ કાર્ય ભગવાન ગણેશની પુજા સાથે જ શરૂ થાય છે : દસ દિવસ ધુમ રહેશેગણેશોત્સવને લઇને દેશભરમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હવે બીજી સપ્ટેમ્બરથી દેશમાં ગણેશ ઉત્સવની ધુમ રહેશે. દેશમાં ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ છેલ્લા કેટલાક દિવસથી તૈયારી કરી રહ્યા હતા. બીજી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવની શરૂઆત થઇ રહી છે. તમામ જગ્યાએ આકર્ષક મુર્તિઓ સાથે પંડાળ અને મંડપ સજી ગયા છે. ભક્તો ગણેશની પુજા અને આરાધનામાં ડુબી જવા ઉત્સુક છે. દેશ હવે ગણેશોત્સવના રંગમાં છે.
ગણશે ઉત્સવ હિન્દુઓના સૌથી પ્રમુખ તહેવાર પૈકી એક તરીકે છે. આની ઉજવણી દસ દિવસ સુધી સામાન્ય રીતે ચાલે છે. દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી રીતે તેની ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તો આના સૌથી મોટા તહેવાર તરીકે ગણવામાં આવે છે. પ્રાચીન પુરાણના જણાવ્યા મુજબ આ જ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પુજા કરવામાં આવે છે. મોટા ભાગના વિસ્તારોમાં ગણેશની મોટી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.
આ પ્રતિમાની દસ દિવસ સુધી પુજા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આપસાના વિસ્તારોમાંથી પુજા કરવા માટે પહોંચે છે. જુદા જુદા સંદેશા આ પ્રસંગ પર ગણેશ ભગવાન મારફતે શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. દસ દિવસ બાદ બેન્ડ બાજા સાથે ગણેશની પ્રતિમાના વિસર્જન કરવામાં આવે છે. જળમાં ભગવાન ગણેશની મુર્તિઓનુ વિસર્જન ભારે ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. ભગવાન ગણેશ સાથે અનેક પ્રકારની પ્રાચીન કથા જોડાયેલી છે. શ્રદ્ધાપુર્વક ઉજવાતા મહાપર્વ ગણેશ ઉત્સવની વાત કરવામાં આવે તો ૧૯મી સદીમાં જ્યારે અંગ્રેજાએ સમગ્ર ભારતમાં શાસન જમાવી દીધુ હતુ. સાથે સાથે ભારતીય પ્રજાને ગુલામ બનાવી દીધી હતી. એ વખતે ગુલામ ભારતને સ્વતંત્ર કરવા માટેના વિચાર રાષ્ટ્રભક્ત બાળ ગંગાધર તિલકને આવ્યો હતો.
આના ભાગરૂપે તિલકે વર્ષ ૧૮૯૩માં મહારાષ્ટ્રના પુણે ખાતે શ્રીગણેશને રાષ્ટ્રીય એકતાનુ પ્રતિક બનાવીને લોકોને સંગઠિત કરવાનુ શુભ કાર્ય શરૂ કર્યુ હતુ. આ શુભ કાર્ય તિલકે ગણેશ ચતુર્થીના દિવસે શરૂ કર્યુ હતુ. ત્યારબાદ ધીમે ધીમે આને લઇને વધુને વધુ લોકો આગળ આવવા લાગી ગયા હતા. ધીમે ધીમે આ ઉત્સુવ મહાઉત્લસવ બનતો ગયો હતો. ત્યારબાદ ભારત સ્વતંત્ર થયા બાદ તો તેની ધુમ ઉજવણી શરૂ થઇ હતી. ભારત સ્વતંત્ર થયા બાદ તેમાં ઉભરો આવ્યો હતો. આની સાથે જ ગણેશ ઉત્સવએક જાહેર અને સાર્વજનિક મહોત્સવ બની ગયો હતો. આ પરંપરા મુજબ આજે દેશભરમાં વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણેશનુ સ્થાપન કરીને દસ દિવસ સુધી તેમની આરાધના કરવામાં આવે છે. સાથે સાથે અનંત ચૌદશના દિવસે તેમનુ જળવિસર્જન કરવામાં આવે છે.
આની સાથે જ તહેવારની પુર્ણાહુતિ થાય છે. ભગવાન ગણેશ વિવેક આદર અને સુબુદ્ધિના દેવ છે. આથી ગણેશ પુજા માણસને વિવેકશુન્ય થતા અચુક બચાવે છે. તેમનુ વિશાળ પેટ ઉદારતાનુ પ્રતિક તરીકે છે. જ્યારે લાબુ નાક અથવા તો સુંઢ આબરુના પ્રતિક તરીકે છે., શ્રીગણેશનુ સ્વરૂપ અને કોત્તમ પ્રેરણા સમાન છે. ગણશે ઉત્સવને લઇને કરોડો શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત થઇ ગયા છે. પોત પોતાની શ્રદ્ધા મુજબ આ ઉત્સવને મનાવી લેવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક બન્યા છે. મોટા શહેરો, સોસાયટી અને અન્ય વિસ્તારમાં આને વિશેષ રીતે મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન તમામ મોટા પંડાળ અને મંડપમાં લોકો સવાર અને સાંજે પુજા કરવા માટે એકત્રિત થશે. જય ગણેશ જય ગણેશ દેવાની ધુમ જોવા મળનાર છે. શિવપુરાણની વાત કરવામાં આવે તો ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષ ચતુર્થીને મંગલમુર્તિ ગણેશની અવતરણ તારીખ તરીકે દર્શાવવામાં આવી છે. ભગવાન ગણેશ રિદ્ધિ અને સિદ્ધીના દેવતા તરીકે છે. તેમની પુજા કોઇ પણ શુભ પ્રસંગ પર સૌથી પહેલા કરવામાં આવે છે. ભગવાન ગણેશની તમામ જગ્યાઓ પર આકર્ષક મુર્તિઓ લાગી ગઇ છે. જેથી હવે જાહેર સ્થળ પર પુજા પણ કરાશે. ભગવાન ગણેશની આરાધના લોકો જુદી જુદી રીતે કરે છે.