ગણેશ ઉત્સવની હવે ૧૦ દિવસ સુધી ધુમ રહેનાર છે. ઉત્સવ દરમિયાન જુદી જુદી રિતિ અને પરંપરા પૂર્ણ કરવામાં આવે છે. તહેવાર આવતા પહેલા તેની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ઉત્સવ દરમિયાન હિન્દુ ધર્મના લોકો કેટલીક રીતીઓને પાળે છે. જેમાં એક રીતે ગણેશ ભગવાનની મુર્તિના સ્થાપનાની પણ છે. ૧૦ દિવસ સુધી ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરીને તેમની ખાસ પુજા કરવામાં આવે છે. દસ ૧૦ દિવસ બાદ આ મુર્તિને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. ગણેશજીની મુર્તિઓને નદી અથવા તો દરિયામાં વિસર્જિત કરવામાં આવે છે. જો કે હાલના વર્ષોમાં આ પરંપરા એક સમસ્યાના રૂપમાં આવી રહી છે.
મુર્તિના નિર્માણમાં ઉપયોગ થનાર ચીજાથી પાણી પ્રદુષિત થઇ જાય છે. જેથી ગણેશ મુર્તિઓ ઇકો ફ્રેન્ડલી રહે તેના પર હવે ભાર મુકવામાં આવે છે. કેટલાક તરીકા અજમાવીને ઇકોફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી શકે છે. આ ગાળા દરમિયાન સજાવટ માટે પણ ઇકોફ્રેન્ડલી ટિપ્સનો ઉપયોગ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે મુર્તિના નિર્માણમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાણીમાં ઓગળી જવામાં ખુબ સમય લઇ લે છે. જેથી પાણી પ્રદુષિત થઇ જાય છે. આને પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જવામાં ખુબ સમય લાગે છે. કેટલીક વખત તો વર્ષો પણ લાગે છે. ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી માટે આપને એવી મુર્તિ લેવી જાઇએ જે માટીથી બને છે. સાથે સાથે પાણીમાં સરળ રીતે ઓગળી જાય છે. લાકડા, પથ્થર અને ધાતુથી બનેલી મુર્તિઓનો ઉપયોગ કરી શકાય છે. આને પાણીમાં વિસર્જિત કરવાના બદલે પોતાના ઘરમાં રાખવામાં આવે તે જરૂરી છે.
દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર તેમની પુજા કરી શકાય છે. તમે પોતાના ઘરની પાછળ ડોલ ભરીને પણ મુર્તિ વિસર્જિત કરવાની રીતી પૂર્ણ કરી શકો છો. ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવથી કેમિકલ અને ડાયના ઉપયોગથી પણ બચી શકાય છે. મુર્તિના પેન્ટમાં ગ્લાસ અને પારાનો ઉપયોગ કરવામાં આવે છે. મુર્તિઓના ઝેરી અને અન્ય પેન્ટ પાણીની સપાટી પર એક સપાટી બનાવી નાંખે છે. જેના કારણે દરયાઇ જીવોમાં ઓક્સીજનની કમી થવા લાગી જાય છે. ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી મનાવવા માટે માત્ર મુર્તિને વિસર્જિત કરવામાં આવે તે જરૂરી છે. આ વખતે સજાવટની ચીજોને પાણીમાં વિસર્જિત કરવામાં ન આવે તે જરૂરી છે. મુર્તિઓને પ્લાસ્ટિક, નારિયળ અને કેળાના પાંદડા સાથે સજાવવામાં આવે છે. આ તમામ ચીજોને મુર્તિની સાથે વિસર્જિત કરવામાં આવે છે.જો આવુ ન કરવામાં આવે તો પાણીને પ્રદુષણથી બચાવી શકાય છે.