નવરાત્રી-2024

શુભ મંડળી ગરબા : શરણાઈના સૂર સાથે સૂર્યોદયની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ

અમદાવાદ : અમદાવાદીઓ હવે તૈયાર થઇ જાઓ. જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તે નવલી નવરાત્રિને હવે ગણતરીના…

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2…

ગુજરાતની સાચી ભાવનાને પ્રદર્શિત કરતી “અસલ ગુજરાતી ની અસલ નવરાત્રી” થીમ પર કલર્સ ગુજરાતી લઈને આવ્યું છે રંગરાત્રી….

અમદાવાદની પ્રીમિયર નવરાત્રી ઉજવણી સાથે નવરાત્રી ઉજવણીને નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે, જે હવે તેની બીજી સીઝન માટે…

ગાયક ડો. હેમંત જોશીના નવા નોનસ્ટોપ ટ્રેક “વાંસલડી”એ મચાવી ધૂમ

આપણી લોકસંસ્કૃતિ અને લોકસંગીતનો ભવ્ય વારસો જે ગુજરાતી કલાકારો જાળવી રહ્યા છે અને દેશવિદેશમાં પ્રસ્તુતિ કરી રહ્યા છે તેવા કલાકારોમાં…

ખલૈયાઓ થઈ જાઓ તૈયાર! આ નવરાત્રીમાં જિગ્નેશ કવિરાજના ગરબાના તાલે ઝુમવું હોય તો પહોંચી જજો અહીં

અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી…

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે ખલાસી ત્રિપુટી સાથે ગુજરાતી ગીત ‘રંગારા’ સાથે રૅપમાં પ્રથમ પ્રવેશ કર્યો

ફાલ્ગુનીનું નવું ગુજરાતી રૅપ રંગારા જુઓ! અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે તેના સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક સાથે તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકવા સુસજ્જ છે. ફાલ્ગુની પાઠક પહેલી જ વાર આ  સ્વર્ણિમ ગુજરાતી ગીતમાં પોતાની રૅપ કુશળતા દર્શાવશે. આ સાથે ગતિશીલ ખલાસી ત્રિપુટી આદિત્ય ગઢવી, અચિંત ઠક્કર  અને સૌમ્યા જોશી સાથે તેનું પદાર્પણ જોડાણ કર્યું છે, જે અગાઉ ક્યારેય નહીં તેવો સંગીત જલસો બની રહેશે. ફાલ્ગુની પાઠક તેનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે. હવે રંગારા પર કામ કરવા વિશે તેના રોમાંચ અને પડકાર  બાબતે તે કબૂલ કરતાં કહે છે, "વાસ્તવમાં મારે માટે આખું ગીત પડકારજનક હતું,  "આ ગીત  અલગ છે.  હા, આનું કારણ હું  સામાન્ય રીતે  લોકગીતો ગાઉં છું. અને આ ગીત અલગ છે.  અને હું ખરેખર તે ગાવા માગતી  હતી. આ ગીત સાવ  અલગ છે. આ શબ્દોનું પ્રોજેકશન છે, તેમાં ટ્યુન છે, તેમાં હાર્મની છે, તે સંગીત ધરાવે છે,  તે લય ધરાવે છે.  અને ખાસ કરીને આ વખતે આ મારી સાથે  રૅપ ગીત છે. મારા સંપૂર્ણ જીવનમાં  પહેલી વાર મેં રૅપ  ગીત ગાયું છે." છેલ્લા ત્રણ દાયકાથી સંગીત ઉદ્યોગમાં બોલબોલા ધરાવતી ફાલ્ગુની પાઠક દાંડિયાની નિર્વિવાદ ક્વીન છે, જે આગામી ગુજરાતી ગીતમાં પરંપરા અને નાવીન્યતાને સાથોસાથ લાવે છે અને ગુજરાતી સંગીતને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે.મંચ પર બેસુમાર ઊર્જા માટે ઓળખાતી ફાલ્ગુની પાઠક ફક્ત ગાયિકા નથી, પરંતુ સેન્સેશન છે. તેનો નવરાત્રિ દરમિયાન પરફોર્મન્સ તારલાઓની નીચે આનંદિત ઉજવણી અને નૃત્ય સાથે પ્રતિકાત્મક રહ્યો છે. નવું ગીત રંગારા સાથે તે પોતાના ચાહકોમાં અનોખો જોશ પ્રગટાવવા માટે સુસજ્જ છે.…