અમદાવાદ : અમદાવાદીઓ હવે તૈયાર થઇ જાઓ. જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે “શુભ મંડળી” ગરબા. શુભ મંડળી દ્વારા નવરાત્રિના 9 દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ (GRAND LUXXE PARTY PLOT) ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શરણાઈના સૂરે અને ઢોલના ઢબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે. આને અનુલક્ષીને આયોજિત એક કાર્યક્રમમાં 30 જેટલાં ખેલૈયાઓએ શેરી ગરબાની મજા માણી હતી. શુભ મંડળી ગરબાનું આયોજન વિશાલ મીર, નિહાર શાહ, પાર્થ ગમારા અને જહાન્વી જોશી દ્વારા કરવામાં આવ્યું છે.
શુભ મંડળી ગરબાના આયોજક વિશાલએ જણાવ્યું હતું કે, “અમારા ગરબા ઇવેન્ટમાં મંડળી ગરબા તો છે જ પણ અમે ખેલૈયાઓએ દરેક રીતે મહત્વ આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. તેમની સુરક્ષાથી માંડીને તેઓને ફૂડ માટે બેઠક વ્યવસ્થા પણ કરી છે જેમાં 500 જાણ એકસાથે બેસીને ફૂડ માણી શકશે. આ ઉપરાંત બીજ, પંચમ, સાતમ, આઠમ, નોમ એમ પાંચ દિવસ મહાઆરતીનું પણ આયોજન કર્યું છે. જેમાં ખેલૈયાઓ જ આરતી ઉતારશે અને બધા સાથે મળીને પૂરા ભક્તિભાવ સતાહૈ માઁની આરાધના કરીશું. અમારા ત્યાં કૂલ 10000 લોકો એક સાથે ગરબા રમી શકે તેટલી જગ્યા છે. ઉપરાંત ખાસ પૌરાણિક પરંપરાની જેમ લોકો રાઉન્ડમાં દાંડિયા રમશે. જેમાં દરેકને દાંડિયા પણ અમે આપીશું. નાના બાળકોને લઈને આવતાં લોકોને મુશ્કેલી પડતી હોય છે પણ અમે તેમના માટે ઘોડિયાની વ્યવસ્થા પણ કરી છે.”
ઢોલના મૃદંગ ટુર હવે ગૂંજશે સૂર્યાસ્તની સાથે. આપણી પરંપરા અને સંસ્કૃતિને સાર્થક કરતાં શુભ મંડળી ગરબા સાથે આ વખતની નવરાત્રિ એ ઓરીજીનલ નવરાત્રિની રીતે જ લઈને આવ્યું છે “શુભ મંડળી ગરબા”. સંગીત અને નૃત્ય થકી લોકો એક સાથે આવશે અને માઁની ભક્તિમાં લીન થઈ સૌ કોઈ ગરબાની રમઝટ માણશે.