નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. આ મહા પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગરબા આયોજકોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વખતે ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ થઈ જાવ તૈયાર કેમ કે, ગુજરાતના સૌથી મોટા ચાર ગરબાના આયોજકો ગુજરાતનાં ખેલૈયાઓને ગરબા ઘુમવા માટે એક સાથે આવ્યા છે.
ગુજરાતના જાણીતા અક્ષય એડવર્ટાઇઝિંગના અક્ષય દવે, એમઝોન વર્લ્ડ વાઈડ ઇવેન્ટના દેવાંગ ભટ્ટ, આયુષ એન્ટરપ્રાઇઝના વિશાલ શુક્લ અને જોકરસ આઈના દેવાંગભાઈ રામી દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખેલૈયાઓને મન મૂકીને ગરબા ઘુમવા માટે અમદાવાદમાં મોટા પાયા પર અયોજન કરવામાં આવ્યું છે.
આ નવલી નવરાત્રીના નવ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા જાણીતા કલાકાર અને ઓરકેસ્ટ્રા ખેલૈયાઓને મન મોહી લે એવા ગરબા રમાડવા માટે થનગની રહ્યા છે. સિંગર અને કલાકારોમાં ગ્રીષ્મા પંચાલ, હીરલ રાવલ, કૌશિક ભરવાડ, રાજલ બેન બારોટ, માનસી દવે, તૃષા રામી, ખુશ્બુ અસ્ટોડિયા, કિંજલ રબારી, માનસી કુમાવતનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ચાર જગ્યાઓ પર ગરબાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ આમ સમગ્ર અમદાવાદના વિસ્તારને આવરી લે એ પ્રકારે ખાસ કરીને ગરબાનું આયોજન આ ચાર મોટા આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદની ચાર જગ્યાઓની વાત કરી તો, બસેરા ફાર્મ – બોપલ અંબાલી, દયાવાન પાર્ટી પ્લોટ – નિકોલ એસપી રીંગ રોડ , મણિનગરનો મણિયારો – એલજી કોર્નર મણિનગર, વરુદવન પાર્ટી પ્લોટ – હાથીજણ સર્કલ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગરબાના આયોજકો દ્વારા પોલીસ અને ફાયર વિભાગમાંથી દ આપવામાં આવેલી તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે અને એ જ મુજબ આ વખતની નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વખતે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજમાં ગુજરાતની ટોપ બ્રાન્ડ જેમ કે, રિલાયન્સ જીઓ, રેઈમેન્ડ, અદાણી, વરમોરા ટાઇલ્સ પણ સહભાગી બની છે.