લગ્નની સિઝન ચાલી રહી છે અને મિત્રો અને સંબંધીઓને ત્યાં પાર્ટી અને અન્ય પ્રસંગોમાં સામેલ થવા માટે સતત આમંત્રણ આવતા રહે છે. જો કે કેટલીક બીબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. સ્વાદિષ્ટ અને શાનદાર ભોજનની મજા માણતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. સ્વાદિષ્ટ ભોજનની મજા માણવાના ચક્કરમાં વધારે ન ખવાઇ જવાય તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાંતો લોકોનુ કહેવુ છે કે લગ્નની સિઝનમાં મોજ મસ્તી ભરપુર હોય છે. આ મોજ મસ્તીની વચ્ચે અમે જે બાબતને લઇને સૌથી લાપરવાહી રાખીએ છીએ તે ખાવા પીવાની ચીજો હોય છે. અલગ અલગ પ્રકારની મિઠાઇ અને સ્વાદિષ્ટ ભોજનની મજા માણતી વેળા અમે તમામ બાબતોને ધ્યાનમાં લેતા નથી. જો જુદા જુદા પ્રકારની ચીજોની મજા માણવામાં ન આવે તો લાગતુ નથી કે લગ્નમાં હાજરી આપી છે. આ પ્રકારની ચીજો માત્ર વજન વધારે છે. તે પાચન ક્રિયાને પણ પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં આરોગ્યને લઇને ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
લગ્નનુ આમંત્રણ જોતાની સાથે જ અમારામાંથી મોટા ભાગના લોકો વિચારે છે કે આ એવા અવસર તરીકે છે જ્યાં ખુબ વધારે પ્રમાણમાં સ્વાદિષ્ટ ભોજન મળનાર છે. અને ખુબ પેટ ભરીને ભોજનની મજા માણીશુ. આરોગ્યને ધ્યાનમાં લઇે આ માનસિકતાને બદલી નાંખવાની જરૂર છે. લગ્નમાં અમે ભોજન વધારે કરીએ છીએ. પાણી ઓછુ પીએ છીએ. આ ટેવ ખોટી છે. પાણીના પ્રમાણમાં ધ્યાન આપવાની જરૂર રહેલી છે. આના કારણે તમે હાઇડેટેડ રહેશો , બલ્કે આના કારણે શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વો પણ બહાર નિકળી જાય છે. તમે ઇચ્છો તો પાણી સિવાય અન્ય કોઇ ડી-ટોક્સ વોટરનો ઉપયોગ પણ કરી શકો છો. આના કારણે તમને વધારાનો લાભ થઇ શકે છે. કસરત માટે માત્ર વધારાની કેલોરી ઉતારી દેવામાં જ ફાયદો થશે નહીં બલ્કે આના કારણે સહનશક્તિપણ વધે છે. મેટાબોલિઝમમાં સુધારો થાય છે. જેના કારણે આપની શરીરની કાર્યપ્રણાલી વધારે સારી રીતે કામ કરે છે. જેથી થોડાક સમય માટે કસરત કરવામાં આવે તે જરૂરી છે. ઘરમાં યોગ અને ડાન્સ પણ કરી શકો છો.
જો કસરત કરવા માટે થોડોક પણ સમય નથી તો નાની નાની એક્ટિવિટી કરી શકો છો. જેમ કે ઓફિસ અને ઘરમાં લિફ્ટની જગ્યાએ સીઢીનો ઉપયોગ કરી શકો છો. બજારમાં ચાલતા જવાની ટેવ પણ પાડી શકાય છે. લગ્ન પ્રસંગોમાં રાત્રે ભોજનને ટાળવાના પ્રયાસ કરવા જોઇએ. લગ્ન પ્રસંગે જતી વેળા દરેક ચીજો ખાવામાં આવે તે જરૂરી નથી. જો સ્નેક્સથી જ પેટ ભરાઇ ગયુ છે તો બિનજરૂરી રીતે ભોજનની મજા માણવા માટેના પ્રયાસ કરવા જોઇએ નહી. ખાલી પેટ સાથે પણ લગ્ન પ્રસંગમાં ક્યારેય ન જવા માટે નિષ્ણાંત લોકો અને તબીબો સલાહ આપે છે. ઘરમાં સુપ અને સુકા માવા ખાઇને જવાની જરૂર હોય છે. જો આવી ચીજો ખાઇને જશો તો વહેલી તકે ભુખ લાગશે નહી. મેન્યુને નિહાળી લીધા બાદ ચીજોની પસંદગી સાવધાની સાથે કરવાની જરૂર હોય છે. ઇટિંગ રાઇટ ને લઇને હમેંશા સાવધાન રહેવાની સ્થિતિમા ફાયદો થાય છે. કેટલાક નિષ્ણાંતો કહે છે કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. મિત્રો અને સગા સંબંધીઓને ત્યાં દાવત અને લગ્નમાં જતી વેળા સ્વાદ્ધિષ્ટ ચીજો જોઇને ખુશ થવાના બદલે પહેલા આરોગ્યની કાળજી જરૂરી હોય છે. લગ્નની પાર્ટીમાં ખાલી પેટ જવામાં કેટલાક લોકો માને છે.
કેટલાક લોકો તો એવા પણ હોય છે જે લગ્ન પ્રસંગને લઇને આમંત્રણ આવ્યા બાદ ભુખ્યા રહીને જોરદાર જમવા માટેના ઇરાદા સાથે પહોંચે છે. મોટા ભાગના લોકો તો તમામ ચીજોની મજા માણવા માટે પહોંચે છે. સ્વાદિષ્ટ ભોજન માણવાને લઇને કોઇ પરેશાની નથી પરંતુ સમય અને ચીજોની પસંદગી અગત્યની છે. કોઇ પણ બે વિરોધાભા ચીજો એક સાથે ખવાઇ જવાની સ્થિતિમાં હેરાની થઇ શકે છે. આરોગ્યને ધ્યાનમાં લઇને કેટલીક માનસિકતાને હવે બદલી નાંખવાની જરૂરિયાત દેખાઇ રહી છે.