તાજેતરમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે પાકમાં ઉપયોગ કરવામાં આવતા પેસ્ટીસાઇડ્સ શરીરના હાર્મોનના સંતુલનને બગાડી કાઢે છે અને નુકસાન પહોંચાડે છે. એટલુ જ નહીં આ જીન પર પણ પ્રતિકુળ અસર કરે છે. તેના પર નકારાત્મક અસર કરે છે. હાલના દિવસોમાં બજારમાં રહેલા મોટા ભાગના ફળ અને શાકભાજીના ઉત્પાદનને વધારી દેવા માટે કેમિકલનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે શરીરને ખરુબ વધારે નુકસાન પહોંચાડે છે.
આ બાબતની સામાન્ય લોકોને વહેલી તકે માહિતી મળતી નથી. શરીરને નુકસાન પણ ધીમી ગતિએ થાય છે પરંતુ હાલના સમયમાં પેદાશને વધારી દેવા માટે કેમિકલનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે તે બાબતથી તમામ લોકો વાકેફ પણ થવા લાગ્યા છે. કેટલીક વખથ સંબંધિત વિભાગના અધિકારીઓ દરોડા પાડીને આ સંબંધમાં માહિતી પણ જાહેર કરે છે. આવી સ્થિતીમાં વિકલ્પ તરીકે ઓર્ગેનિક ફુડની પસંદગી કરી શકાય છે. હાલના દિવસોમાં વધતી જતી આરોગ્યની સમસ્યાના કારણે લોકો હવે ઓર્ગેનિક ફુડની તરફ આકર્ષિત થઇ રહ્યા છે. નિષ્ણાંતો પણ હવે તેને ડાયટમાં સામેલ કરવા માટેની સલાહ આપી રહ્યા છે. કારણ કે તે પૂર્ણ રીતે કેમિકલ ફ્રી છે. સાથે સાથે ફળ અને શાકભાજીના કુદરતી ટેસ્ટ પણ આપે છે. એટલે કે ઓર્ગેનિક ફુડથી સ્વાદ અને તાકાત બંને મળે છે. ઓર્ગેનિક ફુડ શુ છે તે અંહે લોકોને વધારે માહિતી નથી. પરંતુ આ અંગે માહિતી સામાન્ય લોકો રાખે તે જરૂરી છે. ઓર્ગેનિક ફુડની વાત કરવામાં આવે તો તે રસપ્રદ છે. ઓર્ગેનિક ફુડની સૌથી મોટી બાબત એ છે કે આમાં પેદાશને વધારી દેવા અથવા તો પેદાશના કદને વધારી દેવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓર્ગેનિક ફુડ એ ફુડ હોય છે જે કેમિકલ ફ્રી હોય છે. તેમની પેદાશમાં કોઇ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમાં રાસાયણક ખાતર અથવા તો પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની પેદાશ અને કદને વધારી દેવા માટે બિનજરૂરિ પ્રયોગો કરવામાં આવતા નથી.
આ શાકભાજી અને ફળોનુ ઉત્પાદન કરવા માટે જૈવિક ખેતી કરવામાં આવે છે. આને જૈવિક ખેતી તરીકે પણ લોકો ગણે છે. બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના ફળ અને શાકભાજી દેખાવવામાં ફ્રેશ લાગે છે. પરંતુ તે જરૂરી નથી કે ઓર્ગેનિક જ હોય. ઓર્ગેનિક ફુડ સર્ટિફાઇડ હોય છે. અથવા તો તેમના પર સ્ટિકર લાગેલા હોય છે. જેમ કે સામાન્ય મશાલાની સરખામણીમાં તેમાં આંશિક રીતે ગંધ વધારે પ્રમાણમાં હોય છે. સૌથી જરૂરિ અને મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમાં જેરી તત્વો હોતા નથી. કારણ કે તેમાં કેમિકલ્સ , પેસ્ટીસાઇડ્સ, ડ્રગ્સ, પ્રિજવર્ટેવિ જેવી નુકસાન પહોંચાડનાર ચીજાનો ઉપયોગ કરવામાં આવતો નથી. મોટા ભાગના પેસ્ટીસાઇડ્સમાં ઓર્ગેનો-ફાસ્ફોરસ જેવા કેમિકલ હોય છે. જેમાં કેટલીક પ્રકારન બિમારીનો ખતરો રહેલો હોય છે. આ શરીર માટે ખુબ લાભદાયક છે. પારંપરિક ફુંડની તુલનામાં આ ફુડમાં ૧૦ ટકાથી લઇને ૫૦ ટકા સુધી વધારે પ્રમાણમાં પૌષ્ટિક તત્વો હોય છે.
તેમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ, આયરનનો સમાવેશ થાય છે. તેમાં રહેલા પૌષક તત્વો હાર્ટને લગતી બિમારી, બ્લડ પ્રેશર, ડાયબિટીસ અને કેન્સર જેવી બિમારીથી રક્ષણ આપે છે. ઓર્ગેનિક ફર્મસમાં પેદાશ થનાર ફળ અને શાકભાજી વધારે એન્ટી ઓક્સીડન્ટ હોય છે. કારણ કે તેમાં પેસ્ટીસાઇડ્સ તો હોતા નથી. જેના કારણે તેમાં પૌષક તત્વો અકબંધ રહે છે. જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. એન્ટી ઓક્સીડેન્ટ વધાર હોવાથી શરીરને રોગોની સામે લડવાની તાકાત વધારે આપે છે. ઓર્ગેનિક ફુડમાં સામાન્ય રીતે પેદા કરવામાં આવતા પાકની તુલનામાં વધારે પૌષક તત્વો હોય છે. ઓર્ગેનિક ફુડ ચરબી વધતા પણ રોકે છે. ઓર્ગેનિક ફુડના મહત્વને હવે લોકો વધુ સમજી રહ્યા છે. કારણ કે શારરિક સમસ્યા હવે વધવા લાગી ગઇછે.