સાંયાજીને કહેજો કોઇ….
(ગઝલ સંગ્રહ)
કડી ખાતે રહેતા શ્રી બાબુલાલચાવડા “આતુર” નો ગઝલ સંગ્રહ “ સાંયાજીને કહેજો કોઇ “ મળ્યો ને મેં પણ ખૂબ જ આતુરતા સાથે એને વાંચવાની શરૂઆત કરી…..
સંગ્રહના શીર્ષક વાળી પ્રથમ ગઝલ વાંચતાં શ્રી હેમંત ચૌહાણના કંઠે ગવાયેલું દાસી જીવણનું ભજન યાદ આવી ગયું.
એ ભજનને આજે ફરીથી યુટૂબ પર સાંભળી લીધું પછી જેમ જેમ ચાવડાજીનીગઝલોમાણતો ગયો તેમ તેમ હું ય પોતે એમાં ક્યાંક ખોવાતો જ ગયો.. ખબર જ ન પડી કે હું કઇ દુનિયામાં ખોવાઇ રહ્યો છું ? મને મારા વહાલાપ્રભૂ તરફ જ મને આ ગઝલો દોરી જતી હોય તેમ લાગ્યું. કોઇ સંતની વાણી સાંભળતો હોઉં એવો અહેસાસ થવા લાગ્યો.. એકે એક ગઝલ પર કે એ દરેકેનાએકે એક શેર પર જેટલું લખીએ તેટલું ઓછું પડે તેવું છે. કવિએસંગ્રહમાં પોતાના નિવેદનમાં લખ્યું છે કે,
“કવિતા મને ક્યારે,ક્યાં અને કેવી રીતે મળી એ વિશે ચોક્કસપણે કહી શકું એમ નથી. શક્ય છે કે એ મારીસાથે જ છૂપાઇનેઅવતરી હોય અને મારી સાથે જ ઉછરી હોય.. ગમે તે હોય પણ એ મારી અંદરથી નીકળીને મારી સામે પ્રગટ થઇ ત્યારે તેણે મને ઝંકૃત કરી દીધો . મારા અસ્તિત્વનેઓગાળી દેવા સમર્થ હતી એ, હું એના શરણે ગયો. એણે મને સહર્ષ આવકાર્યો. મેં મારું સર્વસ્વ સમર્પી દીધું. એણે કહ્યું, “ચિંતા ન કર… તું તે હું જ છું અને હું તે તુ.”
કવિનું ઉપરોક્ત નિવેદન એમની ગઝલોમાણતાં એકદમ સચોટ લાગે છે. અહીં પેલુવિધાન પણ સાચું લાગે છે કે કવિઓ જન્મતા હોય છે બનાવી શકાતાનથી. શ્રી ચાવડાજીનીગઝલોમાં એક ઉમદા અને મોટા ગજાનાશાયરનાં દર્શન અચૂક થાય છે. બધી ગઝલોમાં એમણે વ્યક્ત કરેલ ભાવ, અર્થ, રૂપક ,ઉપમા અને કલ્પન વગેરે જોતાં એમ લાગે છે કે કદાચ ગઝલ સાથેનો એમનો નાતો ગયા જનમનો જ હોવો જોઇએ..કવિતા એમની સાથે ઉછરી છે એટલું જ નહિ કદાચ ગઝલ તો સદાને માટે એમની સખિ બની ગયેલી છે. મુ. શ્રી રાજેશ વ્યાસ “ મિસ્કીન” સાહેબ જેવા મૂર્ધન્ય ગઝલકારે આ ગઝલ સંગ્રહની પ્રસ્તાવનામાં કવિને આવકારતાં લખ્યું છે કે,
“હવે આ બેડલીને … એ ગઝલ બાબુલાલ ચાવડા “આતુર”ની ભવિષ્યની ગઝલો માટે આતુર બનાવે તેવી છે.
“હવે આ બેડલીનેક્યાંક લંગર આપ તોળાંદે !
પ્રકાશિત મેં કરી દીધાં છે મારાં પાપ તોળાંદે !!
આ સંગ્રહની અંતિમ ગઝલ છે “ અજવાળુ થઇ ગયું
“ઘટમાં થયું પ્રભાત ને અજવાળુ થઇ ગયું,
ઝબકીનેજાગી જાત ને અજવાળું થઇ ગયું.“
“ અજવાળાને માર્ગે યાત્રાનો આરંભ કરનાર બાબુલાલચાવડા “ આતુર “ નો આ સંગ્રહ ભાવકોને ગમશે તેવી મને શ્રધ્ધા છે. આ સંગ્રહનેહ્રદયથીઆવકારું છું.. “
શ્રી ચાવડાના આ સંગ્રહમાંથી મને ગમેલા કેટલાક ખાસ શેર નીચે મુજબ છે..
મેં હવે તારા વિચારોનું ગગન છોડીદીધું,
કૈકવરસોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું. “
“ હવે પાંખની વાટ જોવી નથી બસ,
હવામાં ભળી ક્યાંક ચાલ્યા જવું છે.
“ જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસીમણકા આવે.
“ હું પણ સમયનાં ઝાંઝવાં ડહોળ્યા કરીશ ને,
તરસ્યાહરણની જેમ થોડું ટળવળીજઇશ “
“કાચનું ઘર છે અને,
મેં ખરીદ્યા પથ્થરો !!
“સરે છે શ્વાસમાં એ તો મહેકતીધૂમ્રસેરો છે,
કર્યાં કોણે અગરબત્તી અને લોબાન જોગીજી?
આ સંગ્રહની ઘણી બધી ગઝલોએના શીર્ષકને સાર્થક કરતી હોય એમ ભક્તિના રંગે રગાયેલી જોવા મળે છે. જેથી આ કવિને ભક્તકવિ કહેવાનું પણ મન થઇ આવે છે…. આ સંગ્રહ આપણને આપવા બદલ કવિને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં આનાથી મૂઠી ઉંચેરી ગઝલો તેઓ આપતા જ રહે તેવી દિલથી શુભેચ્છાઓ પાઠવું છું…..
00000
નોંધ- લેખક અને કવિ મિત્રોને વિનંતી કે તેઓ તેમના નવ પ્રકાશિત પુસ્તકની સમીક્ષા અર્થે નીચે જણાવેલ ઇમેલ આઇડી પર સંપર્ક કરી શકે છે. લેખક અનંત પટેલ દ્વારા પ્રાપ્ય પુસ્તકની સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષાને આપના પોતીકા વેબ ન્યૂઝ પોર્ટલ ખબરપત્રી અંતર્ગત નકલ નીચેના સરનામે મોકલશે તો તેની સમીક્ષા કરીને “ ખબરપત્રી પર “લાગ્યુ તેવુ લખો” કોલમ અંતર્ગત પ્રકાશિત કરવામાં આવશે. આપ આ કોલમ વિશે આપનો પ્રતિભાવ ચોક્કસ જણાવશો. આપ સૌના સહકારની અપેક્ષા સાથે.
અનંત પટેલ
ગાંધીનગર
ઇ મેઇલ-
[email protected]
[email protected]