નીંદ અમારા માટે કેટલી અને કેમ જરૂરી છે અથવા તો તેનાથી અમારા બ્લડ પ્રેશર પર કોઇ અસર થાય છે કે કેમ તેને લઇને હાલમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જે વિગત સપાટી પર આવી છે તેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ઓછી નીંદના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે. પુરતા પ્રમાણમાં નીંદને લઇને તો વારંવાર અહેવાલ જારી કરવામાં આવે છે. નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો પણ આના માટેની સલાહ આપે છે. જો કે નીદ અને હાઇ બ્લડ પ્રેશરના સંબંધના મામલે પહેલા કોઇ વાત કરવામાં આવી ન હતી.
સાઇકોસોમેટિક મેડિસીન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા નવા અભ્યાસ અને રિસર્ચમાં પણ ઓછી નીંદ અથવા તો નીંદની ગુણવત્તાને લઇને કેટલીક વાત કરવામાં આવી છે. નીંદની ગુણવત્તા ખરાબ થવાના કારણે ઉભી થનાર સમસ્યા અંગે વાત કરવામાં આવી છે. જેમાં સ્ટ્રોક, હાર્ટને લગતી તકલીફ અને હાર્ટની બિમારીના કારણે મોત જેવી બાબતોનો સમાવેશ થાય છે. અભ્યાસ મારફતે કહેવામાં આવ્યુ છે કે એવી કેટલીક બિમારી છે જેના સીધા સંબંધ નીંદની સાથે જોડાયેલા છે. નીંદના પ્રમાણને લઇને વારંવાર અભ્યાસના તારણ જારી કરવામાં આવે છે. કેટલીક વખત વિરોધાભાસ પણ રજૂ કરવામાં આવે છે. નીંદના કારણે બ્લડપ્રેશર કઇ રીતે કન્ટ્રોલ થાય છે તેના મામલે તારણ જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના ગાળા દરમિયાન ટુકા ટુંકા ગાળામાં બ્લડ પ્રેશરની ચકાસણી કરવામાં આવી હતી. રિસર્ચ મારફતે કહેવામાં આવ્યુ કે એક રાત્રી ગાળા દરમિયાન જ પુરતી નીંદ કઇ રીતે બ્લડ પ્રેશરને અંકુશમાં લે છે. નીંદ અને બ્લડ પ્રેશર વચ્ચે સીધા સંબંધ રહેલા છે. આ જ કારણસર સારી નીંદનુ મહત્વ સમજી લેવામાં આવે તે જરૂરી છે. નીંદની પરેશાનીના કારણે લાંબા સમયથી પરેશાન લોકો માટે પણ કેટલીક બાબતો તરફ ધ્યાન આપવામા આવ્યુ છે. નીંદના આરોગ્યને સુધારી દેવા માટે સીબીટીઇ થેરાપી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન બ્લેક ટી પીનાર લોકોને ઘણા ફાયદા થાય છે. તેમના બ્લડપ્રેશરને આંશિક રીતે ઘટાડવામાં બ્લેક ટી ઉપયોગી સાબિત થાય છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્લેક ટીની મજા માણતા લોકોને આરોગ્યની દૃષ્ટિએ પણ ફાયદા થાય છે. અલબત્ત અભ્યાસમાં ચોક્કસ ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સંશોધકોએ કહ્યું છે કે બ્લડપ્રેશરમાં બ્લેક ટી ઘટાડો કરે છે. સંશોધકોએ ભૂતકાળમાં કરવામાં આવેલા અભ્યાસને પણ તારણ નક્કી કરતી વેળા ધ્યાનમાં લીધા હતા. ચા જેવા પ્લાન્ટમાં રહેલા તત્વો હાર્ટના આરોગ્ય માટે પણ ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમે અભ્યાસ બાદ જણાવ્યું છે કે વ્યગતો માટે તારણો આદર્શ છે.
આર્ચિવ ઓફ ઇન્ટરનલ મેડીસીનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અભ્યાસ કરતી વેળા ૯૫થી વધુ ઓસ્ટ્રેલિયનોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સામાન્ય બ્લડપ્રેશર ધરાવતા લોકો અને વધુ બ્લડપ્રેશર ધરાવતા લોકોને અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. એ ગ્રૂપને બ્લેક ટી અને અન્ય ગ્રૂપને સરેરાશ ટેસ્ટ સાથે ચા આપવામાં આવી હતી. અભ્યાસની શરૂઆત કરતા પહેલાં બ્લડપ્રેશરની ચકાસણી કરી લેવામાં આવી હતી. ચકાસણી કરવામાં આવ્યા બાદ બે ગ્રૂપના લોકોને વિભાજિત કરી લેવામાં આવ્યા હતા. ૧૨૦/૮૦ એમએમ એચજીથી ઓછા બ્લડપ્રેશર રિડીંગને સામાન્ય તરીકે ગણવામાં આવે છે જ્યારે હાઈ બ્લડપ્રેશર રિડીંગ ૪૦/૯૦ અથવા તો તેનાથી ઉપરનું ગણવામાં આવે છે. સામાન્ય રીતે કહી શકાય છે કે પુરતા પ્રમાણમાં ઉંઘ અથવા તો નીંદ ન લેવાની સ્થિતીમાં અનેક બિમારીને આમંત્રણ મળે છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારી પણ સામેલ છે. પુરતા પ્રમાણમાં ઉંઘ ન મળવાની સ્થિતીમાં થાક વધારે લાગે છે. આળસ રહે છે. શરીરમાં એનર્જીનો અભાવ રહે છે. સાથે સાથે કામ કરવામાં ભારે તકલીફ પડે છે.