ભારતમાં શિક્ષણ-કેન્દ્રિત અગ્રણી NBFC, ઓક્સિલો ફિનસર્વ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે તેના CSR રોકાણને બમણું કર્યું છે. એડિવેટ CSR બેનર અંતર્ગત, ઓક્સિલોની મુખ્ય પહેલ, ‘ImpactXસ્કોલરશિપ પ્રોગ્રામ’ દ્વારા, કંપની સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ના વિદ્યાર્થીઓ અને અસાધારણ શૈક્ષણિક ક્ષમતા/પ્રદર્શન ધરાવતા મેરિટ-આધારિત લાયક ઉમેદવારોને નાણાકીય સહાય પ્રદાન કરશે.
નાણાકીય વર્ષ 2024-25 માં, એડિવેટ CSR પ્રોગ્રામ દ્વારા ₹95 લાખથી વધુની સ્કોલરશિપ(શિષ્યવૃત્તિ)નું ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું. જેનાથી ભારતભરના 500 થી વધુ વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને કૌશલ્ય-વિકાસ અભ્યાસક્રમો પૂર્ણ કરવામાં મદદ મળી હતી.
‘ImpactXસ્કોલરશિપ પ્રોગ્રામ’ હેઠળ, મજબૂત શૈક્ષણિક પ્રદર્શન ધરાવતા લાયક વિદ્યાર્થીઓને પ્રતિ સેમેસ્ટર ₹1,00,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે.
‘ImpactXસ્કોલરશિપ પ્રોગ્રામ’ – મુખ્ય હાઇલાઇટ્સ:
· શિષ્યવૃત્તિ રકમ : પ્રતિ સેમેસ્ટર ₹1,00,000 સુધી
· પાત્રતા : સમાજના EWS વર્ગના વિદ્યાર્થીઓ અને મેરિટ-આધારિત લાયક વિદ્યાર્થીઓ
· વાર્ષિક કૌટુંબિક આવક : ₹7,00,000 થી વધારે નહીં હોવી જોઇએ
· શેની માટે લાગુ : AICTE, UGC, NAAC, અથવા NBA દ્વારા માન્યતા પ્રાપ્ત પૂર્ણ-સમય UG/PG અભ્યાસક્રમો
· શૈક્ષણિક આવશ્યકતા : છેલ્લાં શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 70% ગુણ
· વય મર્યાદા: 18 થી 35 વર્ષ
ઓક્સિલો ફિનસર્વના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નીરજ સક્સેનાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં શિક્ષણ, એ સામાજિક પરિવર્તન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. ImpactXસ્કોલરશિપ પ્રોગ્રામ દ્વારા, અમારું લક્ષ્ય વંચિત યુવાનોને ઇચ્છિત શિક્ષણ મેળવવા અને પૂર્ણ કરવાની તક પૂરી પાડીને તેમને સમર્થન આપવાનું છે. આ પહેલ, માત્ર નાણાકીય સહાય માટે જ નહીં, પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે શરૂ કરવામાં આવી છે.”
ઓક્સિલોએ તેની પહોંચ વિસ્તૃત કરવા અને સૌથી લાયક ઉમેદવારોને શિષ્યવૃત્તિ ઉપલબ્ધ કરાવવા માટે Buddy4Study અને BIRDS (બીજાપુર ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી) જેવા શિક્ષણ-કેન્દ્રિત એનજીઓ સાથે પણ ભાગીદારી કરી છે. જેમાં ગ્રામીણ અને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓ અને વિવિધ પૃષ્ઠભૂમિના શૈક્ષણિક રીતે તેજસ્વી વિદ્યાર્થીઓ સામેલ છે.
આ શિષ્યવૃત્તિનો લાભ ખરેખર લાયક ઉમેદવારોને મળે તેની ખાતરી કરવા માટે, ઓક્સિલો એક મજબૂત મૂલ્યાંકન અને ચકાસણી પ્રક્રિયાને અનુસરે છે, જેમાં ઘરે મુલાકાત કરવાનો પણ સમાવેશ થાય છે. ઓક્સિલોની ટીમે ઉદ્યોગનું પહેલું ઇન-હાઉસ AI પ્લેટફોર્મ પણ વિકસાવ્યું છે. આ સિસ્ટમ, વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરેલી માહિતીની ખરાઇ કરે છે અને તેનું અર્થઘટન અને ચકાસણી પણ કરે છે. આની સાથે જ, નિષ્પક્ષ વિદ્યાર્થી પસંદગીને સક્ષમ બનાવવા માટે સામાજિક પ્રભાવ સ્કોર જનરેટ કરે છે.