સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાતે તાજેતરમાં ઈન્ટરનેશનલ એલિસ આઈલેન્ડ એવોર્ડ જીતનાર અમિતાભ સૌથી યુવાન ભારતીય નાગરિક છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ દ્વારા વિધિસર રીતે એલિસ આઈલેન્ડ મોડલ્સ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવે છે અને દર વર્ષે આ પુરસ્કારના પ્રાપ્તિકર્તાઓ કોંગ્રેશનલ રેકોર્ડમાં તે વાંચે છે. ભૂતકાળના મેડલિસ્ટોમાં સાત યુએમ રાષ્ટ્રપતિ, સેંકડો વૈશ્વિક આગેવાનો, સેંકડો નોબેલ પારિતોષિક વિજેતાઓ અને અગણિક ઉદ્યોગ, શિક્ષણ, કળા, રમતગમત અને સરકારના આગેવાનો સાથે આઝાદી, ઉદારતા અને લગનીને જીવનના તેમના કામનો હિસ્સો બનાવનારા રોજબરોજના અમેરિકનોનો સમાવેશ થાય છે. એલિસ આઈલેન્ડ સોસાયટીનો ધ્યેય આ વૈવિધ્યતાનું સન્માન અને સંવર્ધન કરવાનું અને ધાર્મિક અને નૈતિક જૂથોમાં સહનશીલતા, આદર અને સમજદારી વધારવાનું છે.
મુખ્યત્વે તે અમેરિકન નાગરિકોને અને ચુનંદા આંતરરાષ્ટ્રીય આગેવાનોને આપવામાં આવે છે. અગાઉના વિજેતાઓમાં રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન, જ્યોર્જ બુશ અને જિમી કાર્ટર, બોક્સર મહંમદ અલી, રોઝા પાર્કસ, નોબેલ વિજેતા મલાલા, ભૂતપૂર્વ પેપ્સી દિગ્ગજ ઈન્દ્રા નૂઈ, ગાયક વેઈન ન્યૂટન, ગોલ્ફર આર્નોલ્ડ પાલ્મર, અભિનેતા માઈકલ ડગ્લાસ વગેરેનો સમાવેશ થાય છે. આ વર્ષે અમિતાભ સિવાય અન્ય વિજેતામાં એરિક સ્મિથ (ગૂગલના ભૂતપૂર્વ સીઈઓ), જિની રોમેટી (આઈબીએમ- ગ્લોબલ સીઈઓ), શ્રી અઝય બંગા (સીઈઓ માસ્ટર કાર્ડ), મુખ્તાર કેન્ટ (ચેરમેને કોકા કોલા), ડો. સંજય ગુપ્તા, એમી એવોર્ડ વિજેતા સંગીતકાર પૌલા અબ્દુલ અને ટોલ શો હોસ્ટ મોન્ટેલ વિલિયમ્સનો સમાવેશ થાય છે.
અમિતાભ શાહે ૨૦૦૫માં યુવા અનસ્ટોપેબલ લોન્ચ કર્યું હતું. તે સમયે તેઓ ફક્ત ૨૩ વર્ષના હતા. યેલમાંથી એમબીએ કર્યા પછી તેમણે ભારતની અસલ ગલીઓ પર કામ કરવા માટે જેપી મોર્ગન વોલ સ્ટ્રીટની ઓફર નકારી કાઢી હતી. તેમણે પોતાનાં ૮૨ વર્ષનાં નાની કમલાબેનને પોતાના પુત્ર દ્વારા તરછોડી દેવાયાં અને શોષણ કરાયું તે જોયાં પછી આ ચળવળ શરૂ કરી હતી. તેમણે મિત્રોને ભેગા કર્યા અને વરિષ્ઠ નાગરિકો, ઝૂંપડાવાસીઓ માટેનાં ઘરો અને અનાથાલયોમાં સ્વયંસેવા આપવાનું શરૂ કર્યું. અમિતાભ ખરા અર્થમાં ગાંધીનું કથન માને છે કે દુનિયામાં તમે જોવા માગો છો તેવો બદલાવ બનો. પ્રથમ વર્ષે મિત્રો અને પરિવારજનોએ આ કામનો વિરોધ કર્યા, કારણ કે તેઓ અન્યોની સેવા આટલી નાની ઉંમરે શા માટે શરૂ કરવી જોઈએ એવું માનતા હતા. ૬૦ વર્ષના થાઓ અને અબજોપતિ બનો અથવા ટોચની કંપનીમાંથી નિવૃત્ત થયા પછી આ સેવા શરૂ કરવી જોઈએ એવું તેઓ માનતા હતા. આમ છતાં અમિતાભે હાર નહીં માની અને આજે તેમનો પરિવાર તેમનો સૌથી મોટો સમર્થક બન્યો છે.
ભારતમાં ૧૦.૩ લાખ સ્કૂલો છે અને તેમાંથી અડધી સ્કૂલોમાં છોકરીઓ માટે ટોઈલેટ નથી. યુવા અનસ્ટોપેબલ ૧૦૦ ટોચની કોર્પોરેટ (સિસ્કો, માઈક્રોસોફ્ટ, વીઆઈપી બેગ્સ, ટોરન્ટ, ડિશમેન ફાર્મા, કોકા- કોલા, ફેસબુક, કેર્ન, અદાણી, એક્સાઈડ, રિલાયન્સ, કિંગ્સ પંજાબ આઈપીએલ, ઓએનજીસી વગેરે) સાથે કામ કરે છે અને ૧૦૦૦ સરકારી સ્કૂલો અને ૫૦૦,૦૦૦ બાળકોનું જીવન બહેતર ટોઈલેટ્સ, સુધારિત પીવાનું પાણી, સ્કોલરશિપ, સ્માર્ટ ક્લાસરૂમ, મૂલ્ય આધારિત તાલીમ વગેરે સાથે બદલી નાખ્યું છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેવા રાજ્યકર્તા અને ભારતના રાષ્ટ્રપતિ સ્વ. ડો. એપીજે અબ્દુલ કામ, બોલીવૂડના દિગ્ગજો અક્ષય કુમાર અને આર બાલકી, ક્રિકેટરો વીવીએસ લક્ષ્મણ અને સર આયન બોથમ, લેખકો જેફ્રી આર્ચર, કોર્પોરેટ આગેવાનો, જેમ કે, પોલ પોલમેન (યુનિલીવર સીઈઓ), શ્રી નાદિર ગોદરેજ, શ્રી ગૌતમ અદાણી, નિમેશ કંપાની (જીએમએફએલ), ભારત શાહ (એચડીએફસી સેકના ચેરમેન અને યુવા અનસ્ટોપેબલ એડવાઈઝરીના ચેરમેન) વગેરેએ યુવાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે.
અમિતાભે ઈનોવેટિવ ધર્માદા માટે ૨૦૧૫માં પ્રિન્સ પ્રાઈઝ પણ જીત્યું હતું, જે તેમને મોનેકોના સન્માનનીય પ્રિન્સ આલ્બર્ટ-૨ દ્વારા એનાયત કરાયું હતું, જેમાં અલીબાબા ગ્રુપના જેક મા સેમી- ફાઈનલિસ્ટ હતા. ૨૦૧૮માં તેમને સેન્ટર ઓફ પીસ સ્ટડીઝ દ્વારા શ્રી લંકન પીસ એમ્બેસેડરનું ટાઈટલ મળ્યું હતું. તેઓ નમ્રતા, ઉદારતા અને સ્વ-વિશ્વાસની શક્તિ પર પ્રેરણાત્મક વક્તા છે અને ટેડ ટોક્સ, યેલ, વ્હાર્ટન, વાયપીઓ/ ડબ્લ્યુપીઓ, યુનાઈટેડ વેઈઝ મિલિયન ડોલર રાઉન્ડટેબલ વગેરે ખાતે પોતાની હાજરીથી લોકોનાં મન જીતી લીધાં હતાં. ૨૦૧૯માંતેમને યુવાપૂર્ણ ઊર્જા એકત્રિત કરવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં કાયમી બદલાવ લાવવા માટે રોટરી ઈન્ટરનેશનલ દ્વારા આઈકોનિક યુથ એવોર્ડ પણ મેળવ્યો છે. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે ગુલઝાર અને શંકર અહેસાન લોયે યુવાના તળિયાના સ્તરના પ્રયાસોથી પ્રેરિત ફિલ્મ મેરા પ્યારે પીએમ બનાવી હતી, જેમાં ૮ વર્ષનો બાળક માતા માટે ટોઈલેટ બનાવવા પ્રયાસ કરે છે. અમિતાભ આગામી ૫ વર્ષમાં ૧૦,૦૦૦ સ્કૂલોમાં બદલાવ લાવશે અને ૫૦ લાખ બાળકોના જીવનમાં બદલાવ લાવશે ત્યાં સુધી કામ ચાલુ જ રહેશે.
ઉદ્યોગના આગેવાનો તરફથી સરાહનાના અમુક શબ્દોઃ
દિલીપ પિરામલના એમડી યુવા પેટ્રન કહે છે, .યુવા અને અમિતાભને આ ઉત્તમ સન્માન માટે અભિનંદન. ભારત માટે આ મોટી સિદ્ધિ છે અને વધુ કોર્પોરેટ્સે સ્કૂલો અપગ્રેડ કરવા માટે યુવાના કાજમાં જોડાવું જોઈએ.
ડાબરના ડાયરેક્ટર અને યુવા એડવાઈઝરી બોર્ડના સભ્ય મોહિત બર્મન કહે છે, યુવાનું કામ સ્કૂલોમાં સેનિટેશન નિર્માણ કરવાનું નહીં પણ ભારત નિર્માણનું છે.
પરફેક્ટ રિલેશન્સના સ્થાપક અને યુવાના એડવાઈઝરી બોર્ડના સભ્ય દિલીપ ચેરિયન કહે છે, અમે ૧૦૦૦ સ્કૂલોને સ્પર્શ કર્યો છે અને અમારી હજુ તો આ શરૂઆત છે.
એલિસ આઈલેન્ડ એવોર્ડસના ચેરમેન નાસીર કાઝેમિનીએ જણાવ્યું હતું કે અમે અમિતાભ શિક્ષણ અને ભારતમાં બાળકો માટે જે કામ કરી રહ્યા છે તે માટે તેમને સલામ કરીએ છીએ.