અમરેલીઃ લાઠી તાલુકા તલાટી મંડળ દ્વારા આ પહેલા તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ લાઠી મામલતદાર આર.કે મનાત તેમજ તાલુકા વિકાસ અધિકારી જે.જે ભટ્ટને પોતાની માંગણી પૂર્ણ કરવા અર્થે આવેદન પત્ર આપેલું.
એ સમયે લાઠી તલાટી મંડળના પ્રમુખ અજીતસિંહ જાળિયાએ નિવેદનમાં જણાવેલું કે સરકાર અમારી માંગણીઓ ઉપર વિચાર વિમર્શ કરી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો આવનાર સમયમાં તલાટી મંડળ લાઠી અને ગુજરાત તલાટી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવશે.
જેને પગલે આજે તા. ૨૯/૦૯/૨૦૧૮ ના લાઠી તાલુકા તલાટી મંડળના તલાટી મંત્રીઓ તેમજ ગુજરાત ભરના તમામ તલાટી મંત્રીઓ માસ સી.એલ પર ઉતરી ગયા છે ત્યારે ઇ-ગ્રામ હેઠળ કાર્યરત વી.સી.ઈના ગુજરાત વી.સી.ઇ મંડળ દ્વારા મંત્રીઓના સહકારમાં ઈ-ગ્રામ લગત તમામ સુવિધાઓ બંધ રાખી સમર્થન આપવા જણાવ્યું છે.