વડોદરા: વિશ્વ સ્તરના વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (“AESL”) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના તેના નાણાકીય અને કામકાજના પ્રદર્શનની આજે જાહેરાત કરી છે.
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં 42% ની બાકી સમાયોજિત કર બાદના નફામાં વૃદ્ધિ અને સમાન ગાળામાં કરવેરા પહેલાં નફામાં 34% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે આ સમય દરમિયાન EBITDA રૂ.૪૧૪૪ કરોડ રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 13% વધુ છે. ચાલુ નાણા વર્ષના બીજા ત્રિમાસિક સમયમાં વાર્ષિક ધોરણે સમાયોજિત કર બાદનો નફો કર અગાઉના નફાના સ્તરે 25% વિસ્તરવા સાથે 21% વધુ રહ્યો છે. આ ગાળામાં એબિડ્ટા રુ. 2,126 અને રોકડ નફો રુ.1,167 કરોડ ડબલ અંકના દરે વધતા કંપનીની વિકાસ યાત્રાને મજબૂતી મળી છે જે બજારના માર્ગદર્શન સાથે સુસંગત ઉપરાંત ઉત્તમ જમીની અમલવારી અને પ્રભાવશાળી સેગમેન્ટલ મૂડીખર્ચ પ્રદર્શન દ્વારા સંચાલિત છે. ઉદ્યોગ અગ્રણી દૈનિક રન-રેટ પર કંપનીએ સંચિત રીતે 73.7 લાખ સ્માર્ટ મીટર સ્થાપિત કર્યા છે.
અદાણી એનર્જીના સીઈઓ કંદર્પ પટેલે આ વેળા જણાવ્યું હતું કે અમને વધુ એક મજબૂત ત્રિમાસિક ગાળામાં અસરકારક જમીની અમલવારી અને કેન્દ્રિત કામકાજ અને જાળવણીના પ્રકલ્પના મૂડીખર્ચની વૃદ્ધિ પર કંપનીની સતત પ્રગતિને સક્ષમ બનાવવા સાથે વ્યવસાયિક ક્ષેત્રોમાં અમારા લોક-ઇન પ્રકલ્પોને પૂર્ણ કરવા તરફ અમોને એક પગલું નજીક લઈ જઈ રહ્યું છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, કંપનીએ ત્રણ નવી ટ્રાન્સમિશન લાઇનો કાર્યરત કરવામાં પ્રગતિ કરી છે અને ૭૪ લાખ મીટર ઇન્સ્ટોલેશનના આંકને સ્પર્શ કર્યો છે જે કોઈપણ કંપની કરતા દેશમાં સૌથી વધુ છે. વૃદ્ધિના દૃષ્ટિકોણની દ્રષ્ટિએ, નિયમનકારી સ્થિરતા અને સુધારાઓ દ્વારા સમર્થિત કેન્દ્રિત ઊર્જા સંક્રમણને કારણે આ ક્ષેત્ર નોંધપાત્ર વૃદ્ધિની તકો પ્રદાન કરવા તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે અમે તમામ મુખ્ય સેગમેન્ટમાં કંપનીના મૂડીખર્ચ રોલ-આઉટમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ અને બાકીના વર્ષ દરમિયાન બિડ પ્રવૃત્તિમાં મજબૂત ગતિની અપેક્ષા રાખીએ છીએ.
નાણાકીય દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક ગાળામાં સ્થિર કામકાજ અને ઉચ્ચ મૂડીખર્ચના કારણે SCA આવક 16%ની વૃદ્ધિ સાથે રુ.13,793 કરોડ જ્યારે બીજા ત્રિમાસિકમાં 6% વાર્ષિક વૃદ્ધિ સાથે કુલ આવક રૂ. 6,767 કરોડ થઈ છે.
ટ્રાન્સમિશન અને વિતરણના ક્ષેત્રે સ્થિર કામગીરી અને સ્માર્ટ મીટરિંગ વ્યવસાયના ક્ષેત્રમાં વધી રહેલા યોગદાનને કારણે પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન એબિડટા 13% વૃદ્ધિ સાથે રૂ. 4,144 કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો અને વાર્ષિક ધોરણે રૂ. 2,126 કરોડ થયો છે. જે 12% વાર્ષિક વૃદ્ધિ ટ્રાન્સમિશન અને વિતરણ સેગમેન્ટમાં સ્થિર કામગીરી અને સ્માર્ટ મીટરિંગ વ્યવસાયના વધતા યોગદાનને આભારી છે.
ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમયમાં વાર્ષિક ધોરણે એકીકૃત કર અગાઉનો નફો 34% વૃદ્ધિ સાથે રૂ. 1,404 કરોડ અને બીજા ત્રિમાસિકમાં 25% વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિકમાં સમાયોજિત કર બાદનો નફો 42%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 1,096 કરોડ થયો, જે EBITDA વૃદ્ધિ અને ફ્લેટ અવમૂલ્યન અને વ્યાજમાં સીમાંત વધારાને કારણે થયો હતો.
બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે સમાયોજિત કર બાદનો નફો 21% વધી રૂ. 557 કરોડ થયો હતો. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કર બાદના નફા (PAT) પર રૂ. 314 કરોડના વિલંબિત કરવેરાની એક વખતની સકારાત્મક અસર પડી હતી જે સમાન વૃદ્ધિને પ્રતિબિંબિત કરવા માટે સમાયોજિત કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ 26ના પ્રથમ અર્ધવાર્ષિક સમયમાં રોકડ નફો 14% વધી રૂ. 2,212 કરોડ અને સરખા નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં રૂ. 1,167 કરોડ થયો છે.. મૂડીખર્ચ અમલીકરણ કામગીરી અંતર્ગત ઉક્ત સમાન ગાળામાં મૂડીખર્ચ 1.36 ગણો વધીને રૂ. 5,976 કરોડ થયો છે, જે ગત નાણાકીય વર્ષના આ સમયમાં રૂ.4,400 કરોડ હતો.
આ વર્ષના પહેલા છ માસમાં કંપનીએ ખાવડા ફેઝ II પાર્ટ-એ, ખાવડા પૂલિંગ સ્ટેશન 1 (KPS-1) અને સાંગોદ ટ્રાન્સમિશન મળી ત્રણ ટ્રાન્સમિશન પ્રકલ્પ શરૂ કર્યા છે. જ્યારે આ વર્ષે સ્માર્ટ મીટર વ્યવસાયમાં, 42.4 લાખ નવા મીટર સ્થાપિત કરવામાં આવતા સ્થાપિત મીટરનો કુલ આંક 73.7 લાખ પહોંચ્યો છે. નાણા વર્ષ 26 ના અંત સુધીમાં કુલ એક કરોડ સ્માર્ટ મીટરને પાર કરવાનું લક્ષ્ય છે.
કંપનીની બાંધકામ હેઠળની કુલ ટ્રાન્સમિશન પાઇપલાઇન રૂ.60,004 કરોડ અને સ્માર્ટ મીટરિંગ ઓર્ડરબુક સાથે રૂ. 29,519 કરોડની આવકની સંભાવના છે. ટ્રાન્સમિશન ક્ષેત્રમાં નજીકના ગાળાની ટેન્ડરિંગ પાઇપલાઇન રૂ. 96,000 કરોડ પર મજબૂત છે. જ્યારે સ્માર્ટ મીટરિંગમાં દેશવ્યાપી બજારની તક 104 મિલિયન મીટર પર મજબૂત રહી છે
મૂડી વ્યવસ્થાપનના ભાગ રુપે AEML મુંબઈએ 2031 માં બાકી રહેલા 300 મિલિયન US$ ADANEM 3.867% બોન્ડમાંથી US$ 44.66 મિલિયન મૂલ્યના બોન્ડ ફરીથી ખરીદ્યા છે. આ મૂડી ખર્ચ. ઘટાડવા અને સરેરાશ દેવાની મેચ્યોરીટિવધારવાની કંપનીની યોજના સાથે સુસંગત છે, જે 7.5 વર્ષની છે.
