ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ
વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથેની ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય અને કામગીરીના લેખાજોખાની આજે જાહેરાત કરી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25માં કંપનીએ નાણાકીય અને કામગીરીની દ્રષ્ટીએ મજબૂત દેખાવ કર્યો છે. પ્રકલ્પના બિડથી લઇ તેના સફળ અમલીકરણની કામગીરીનું ઉદાહરણ છે અમે આગામી નાણાકીય વર્ષમાં કંપનીના વધતા જતા વ્યવસાયમાં નોંધપાત્ર રીતે વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કામકાજના અમારા ક્ષેત્રોમાં એકીકૃત વ્યવસાયિક મોડેલ અને તે અંતર્ગત વીજ માંગના વલણો મૂડી ફાળવણી અમારી નીતિને પ્રોત્સાહિત કરવા સાથે પૂરક બનાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમારા તમામ વ્યવસાયિક ક્ષેત્રમાં દેખાતી વૃદ્ધિની તક કંપનીને તેના બજારની સ્થિતિને વધુ એકીકૃત કરવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 25માં વાર્ષિક ધોરણે રુ.24,447 કરોડની કુલ આવકમાં થયેલી 42% ની મજબૂત વૃદ્ધિ તાજેતરમાં કાર્યાન્વિત કરેલા ટ્રાન્સમિશન પ્રકલ્પો, મુંબઇમાં ઉર્જાનું મજબૂત વેચાણ અને મુંદ્રા યુટિલિટીઝ અને સ્માર્ટ મીટરિંગ બિઝનેસના યોગદાનને આભારી છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. રુ. 24,447 કરોડમાંથી, નાણાકીય વર્ષ 25 માં IND-AS 115 હેઠળ સેવા છૂટની વ્યવસ્થાની આવક નાણા વર્ષ-૨૪ની રૂ.858 કરોડની તુલનામાં રૂ.5,064 કરોડ હતી. પોર્ટફોલિઓ કક્ષાએ 99.7% જેટલી મજબુત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધ થઇ છે.
નાણાકીય વર્ષ-25 દરમિયાન એકીકૃત એબિડટા 23% વધીને રૂ. 7,746 કરોડ થયો છે, પરિણામે મજબૂત આવક વૃદ્ધિના વિતરણ વ્યવસાયમાં રૂ.2,611 કરોડના સ્થિર નિયમનકારી એબિડટામાં આરએબી વિસ્તરણ સાથે રૂ.148 કરોડની નિયમનકારી આવક અને ઉંચી ટ્રેઝરી આવકમાં વૃધ્ધિ આવી હતી. ઉકત સમયગાળામાં એકીકૃત એબિડટા 28%નો વધારો દર્શાવે છે, જે આવકમાં વૃદ્ધિ મારફત સમર્થિત રુ.2,262 કરોડમાં વિતરણ વ્યવસાયમાં મજબૂત નિયમનકારી એબિડટા જે આખરી ત્રિમાિસકમાં રુ. 873 કરોડમાં 39% વધારો દર્શાવે છે. વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-25 રૂ.6,571 કરોડના ઓપરેશનલ એબિડટામાં 15% વધારા સાથે સમાપ્ત થયું. ટ્રાન્સમિશન વ્યવસાય ઉદ્યોગના અગ્રણી ઓપરેટિંગ એબિડ્ટા માર્જિનને 92%એ જાળવી રાખે છે.
નાણા વર્ષ- 25માં કર બાદના રુ.2,427 કરોડના એબિડ્ટામાં વૃદ્ધિને કારણે વાર્ષિક ધરોણે 103% વધારો થયો છે અને મુખ્યત્વે એઇએમએલના દહાણું પ્લાન્ટને ડાઇવેસ્ટ કરવા અને ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસાયમાં રૂ.148 કરોડની નિયમનકારી આવકમાંથી રૂ.469 કરોડની રિવર્સ સહાયને આભારી છે.
ચોથા ત્રિમાસિકમાં બે નવા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ – નવિનાલ (મુંદ્રા) ફેઝ I પાર્ટ બી 1 અને મહાન ટ્રાન્સમિશન લિ.સાથે નાણાકીય વર્ષ 25 માં નવા હાંસલ કરીને સાત પ્રોજેક્ટ્સ સાથે કુલ રૂ.43,990 કરોડના પ્રોજેક્ટ ખર્ચ અને સંચિત સાથે કંપનીની કુલ ઓર્ડરબુક રૂ.59,936 કરોડ છે.
નાણા વર્ષ 24 માં રૂ.5,613 કરોડની સામે નાણા વર્ષ-25 માં કેપેક્સ 2x વધીને રુ.11,444 કરોડ થયું છે, સ્માર્ટ મીટર બેસાડવાની સંખ્યા 31.3 લાખ સુધી પહોંચવા સાથે આ કામગીરી સારી રીતે પ્રગતિ કરી રહી છે.કંપનીની લીવરેજની સ્થિતિ માર્ગદર્શનને અનુરૂપ 3.2x પર એબિટડાના ચોખ્ખા દેવા સાથે અનુકૂળ સ્તરે છે
વિત્ત વર્ષ-25માં કંપનીની રુ.1,61,540 કરોડની અભૂતપૂર્વ ટ્રાન્સમિશન બિડિંગ પ્રવૃત્તિમાં સામેલગીરી સાથે માર્કેટ શેર 28% રહ્યો છે. નજીકના ગાળામાં સજ્જડ ટેન્ડરિંગ પાઇપ લાઇન રુ.54,000 કરોડની છે.