21 વર્ષની માધુરી દીક્ષિત અને 42 વર્ષના વિનોદ ખન્ના, 37 વર્ષ પહેલા આવેલા એક ગીતમાં ભરી ભરીને હતા એન્ટિમેન્ટ સીન

Rudra
3 Min Read

બોલિવૂડમાં કેટલાંક રોમેન્ટિક ગીતો એવાં હોય છે, જેને સાંભળતાં જ જૂના દિવસોની યાદો તાજી થઈ જાય છે. આવું જ એક ગીત છે ‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ’, જે 1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દયાવાન’નો હિસ્સો હતું. આ ગીતમાં માધુરી દીક્ષિત અને વિનોદ ખન્નાની જોડી જોવા મળી હતી.

તે સમયે માધુરીની ઉંમર આશરે 21 વર્ષ હતી, જ્યારે વિનોદ ખન્ના લગભગ 42 વર્ષના હતા. પડદા પર બંનેની હાજરીને કારણે આ ગીતની ખૂબ ચર્ચા થઈ હતી. બીજી તરફ, પંકજ ઉધાસ અને અનુરાધા પૌડવાલના અવાજે ગીતમાં એવો રોમેન્ટિક રંગ ઉમેર્યો કે આજે પણ આ ગીત લોકોની પસંદગીમાં સામેલ છે.

શું હતી ફિલ્મની કહાની?

ફિલ્મ ‘દયાવાન’ની કહાની શક્તિ વેલુ નામના એક છોકરાની આસપાસ ફરે છે. બાળપણમાં તે પોતાના પિતાની પોલીસના હાથે હત્યા થતી જુએ છે. મોટો થયા બાદ તે ગુનાની દુનિયામાં પ્રવેશ કરે છે. જોકે, ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવાને કારણે લોકો તેને ‘દયાવાન’ કહેવા લાગે છે.

આ દરમિયાન તેની મુલાકાત નીલા (માધુરી દીક્ષિત) સાથે થાય છે. બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે. જોકે, ગુનાની દુનિયા સાથે જોડાયેલા હોવાને કારણે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. ફિલ્મમાં અમરીશ પુરી, ફિરોઝ ખાન, આદિત્ય પંચોલી, અનુપમ ખેર અને અમલા અક્કિનેની જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંગીતે ગીતને બનાવ્યું યાદગાર

‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ’ ગીતને પંકજ ઉધાસ અને અનુરાધા પૌડવાલે પોતાનો અવાજ આપ્યો હતો. તેના શબ્દો અઝીઝ કૈશીએ લખ્યા હતા, જ્યારે સંગીતની જવાબદારી લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંભાળી હતી. ગીતની ખાસિયત તેની ધીમી ધૂન અને રોમેન્ટિક અંદાજ છે. બંને ગાયકોના અવાજનો સુમેળ આ ગીતને એક અલગ ઓળખ આપે છે. આજે પણ જૂનાં હિન્દી ગીતોની વાત થાય ત્યારે આ ગીતને ખાસ યાદ કરવામાં આવે છે.

2.25 કરોડના બજેટમાં બની હતી ફિલ્મ

ફિરોઝ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 21 ઓક્ટોબર, 1988ના રોજ રિલીઝ થઈ હતી. ઉપલબ્ધ બજેટ અને કમાણીના આંકડા મુજબ, ફિલ્મ લગભગ 2.25 કરોડ રૂપિયાના ખર્ચે બની હતી અને તેણે બોક્સ ઓફિસ પર આશરે 7.44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ ફિલ્મ તમિલ ફિલ્મ ‘નાયકન’થી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી. ફિલ્મને રિલીઝ થયાને લગભગ 38 વર્ષ વીતી ગયાં છે, તેમ છતાં ‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ’ ગીતની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે.

Share This Article