સલમાને આપી રણવીરને મ્હાત..!!

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ભાઇજાન સલ્લુમિયા ગમે તેને કંઇ પણ કહેવા માટે ખચકાતા નથી. તેમની સામે બોલિવુડમાં કદાચ કોઇ નથી બોલતુ. સલમાન ખાનનો કાળિયાર કેસ હોય કે બીજી વાત તે દરેક વાતને પોતાની રીતે જ સોલ્વ કરી લે છે.

હાલમાં જ તેણે રણવીર સિંહને મ્હાત આપી છે. બોલિવુડના ઇતિહાસમાં રણવીર કપૂર અને વાણી કપૂરના સોંગ નશે સી ચડ ગઇને સૌથી વધારે વાર જોવામાં આવ્યુ હોવાનો રેકોર્ડ હતો. હવે એ રેકોર્ડ ટૂટી ગયો છે અને તે રેકોર્ડને તોડ્યો છે સલમાન ખાને.

વર્ષ 2016માં આવેલી ફિલ્મ બેફિકરેનું સોંગ ‘નશે સી ચડ ગઇ’ અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલુ સોંગ હતું. યુટ્યુબ પ્રમાણે આ સોંગને 423 મિલીયન વાર જોવામાં આવ્યુ હતુ. આ રેકોર્ડને સલમાન ખાનના સોંગ સ્વેગ સે સ્વાગતે તોડી નાંખ્યો છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ પર ફિલ્માયેલા સોંગ સ્વેગ સે સ્વાગતને 425 મિલીયન વાર જોવામાં આવ્યુ છે.

દુનિયાભરમાં લુઇસ ફોન્સીનું ડેસ્પસિતો સોંગ છવાયેલું છે. જેના વ્યૂઝ 5.15 બિલીયન છે. સલમાન ખાનની ફિલ્મ રેસ 3 આ ઇદ પર રિલીઝ થવાની છે. જેનુ ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. જોઇએ કે ભાઇજાનની ફિલ્મ રેસ-3 કેટલા રેકોર્ડ બનાવે છે અને કેટલા લોકોના જૂના રેકોર્ડ તોડે છે.

Share This Article