ધર્મેન્દ્રના નિધનની અફવાઓ પર દીકરી ઈશાએ કરી સ્પષ્ટતા, જણાવ્યું કેવી છે તેના પિતાની સ્થિતિ

Rudra
By Rudra 2 Min Read

બોલીવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના નિધનના સમાચાર સામે આવ્યાં હતા. જેને સાંભળ્યા બાદ તેના ફેન્સમાં મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હવે તેની દીકરી ઈશા દેઓલની પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, તેના પિતાની તબીયત ઠીક છે અને રિકવરી કરી રહ્યાં છે. ઈશાની આ પોસ્ટ બાદ ધર્મેન્દ્રના ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો.

ધર્મેન્દ્રના નિધનના સમાચાર જેવા સામે આવ્યાં તો ઈશાએ તરત પોસ્ટ કરીને ખોટી જાણકારી પર સ્પષ્ટતા કરી હતી. તેણે લખ્યું, “મારા પપ્પાની તબીયત સ્થિર છે અને તે રિકવરી કરી રહ્યાં છે. અમે બધાને વિનંતી કરી રહ્યાં છે કે અમારા પરિવારની પ્રાઇવસીનું સન્માન કરો. પપ્પા જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના માટે તમારા ધન્યવાદ. ઈશા દેઓલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.”

ઈશા દેઓલની આ પોસ્ટ બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. લોકો દુઃખી તઈ ગયા હતા. આ અફવાહનો સામનો કર્યા પછી ફેન્સ અને સેલેબ્સે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપવાનું શરૂ કરી દીધું હતુ. ઈશા દેઓલ પછી હેમા માલિનીએ પણ પોસ્ટ શેર કરી ફટકારી લગાવી છે.

જણાવી દઈએ કે, ધર્મેન્દ્રની તબીયત ખરાબ થવાથી આખો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો. સની દેઓલ તેના પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર તેની દીકરીઓને પણ અમેરિકાથી બોલાવી લેવામાં આવી છે. જો કે હજુ સુધી તેના ધર્મેન્દ્રને મળવાની કરવાના કોઈ સમાચાર સામે આવ્યાં છે.

ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરમાં પણ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહેતા હતા. તે અવારનવાર ફેન્સ માટે કંઈને કંઈ શેર કરતા રહે છે. તેના ફેન્સ તેની પોસ્ટની રહા જોતા હોય છે.

Share This Article