ડ્રીમ ફાઉન્ડેશન, જે બાળ આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધ છે, ત્યારે થલતેજ, અમદાવાદ ખાતે એક મફત ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં દંત આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે સંવેદનશીલતા વિકસાવવાનો હતો.
આ કેમ્પમાં 100થી વધુ બાળકોના દાંતની વ્યાપક તબીબી તપાસ કરવામાં આવી, જેમાં બોપલ ડેન્ટલ કોલેજ, મણિપુરના અનુભવી દંતવિશેષજ્ઞોએ સંપૂર્ણ નિદાન અને માર્ગદર્શન આપ્યું. બાળકોને દાંતની સફાઈ, ગાળાદાંત, પાયરીયા જેવી સામાન્ય સમસ્યાઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ સ્વસ્થ દંત આરોગ્ય જાળવવા માટે સચોટ સૂચનાઓ આપવામાં આવી.
ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ શાહે જણાવ્યું “અમારું ધ્યેય માત્ર તબીબી સેવા પૂરું પાડવું નથી, પણ બાળકોમાં દંત આરોગ્ય અંગે જાગૃતતા ફેલાવવી અને યોગ્ય દૈનિક દંતચર્યાનું મહત્વ સમજાવવું છે. આ કેમ્પ એ દિશામાં એક સફળ પગલું છે.”