બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મિડીયાના પણ શહેનશાહ છે. સોશિયલ મિડીયાના માધ્યમથી અમિતાભ તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. હવે તેમની વહુ એશ્વર્યાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યુ છે. ધીરે ધીરે તેના ફોલોઅર્સ પણ વધવા લાગ્યા છે. જો કે એશ્વર્યાએ હજૂ સુધી કોઇ પણ પોસ્ટ શેર નથી કરી. તેની પહેલી પોસ્ટનો તેના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
હવેથી એશ્વર્યાની ગણતરી પણ તે સેલિબ્રિટીઝમાં થવા લાગશે જેમના એકાઉન્ટ સોશિયલ મિડીયા પર છે. અત્યાર સુધી એશ્વર્યા સોશિયલ મિડીયાથી ઘણી જ દુર રહેતી હતી, પરંતુ હવે તેણે પણ સોશિયલ મિડીયામાં એન્ટ્રી કરી જ લીધી છે. કેટરીના કૈફે પણ ગયા વર્ષે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી હતી. આમિર ખાને પણ થોડા મહિના પહેલા જ ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ ક્રિએટ કર્યુ છે.
આ સિવાય જો વાત કરવામાં આવે તો એશ્વર્યા તેની ફિલ્મ ફન્ના ખાનને લઇને વ્યસ્ત છે. શાહિદ કપૂર સાથેની વો કોન થીની રિમેકનું શૂટિંગ પણ જલ્દી જ શરૂ થશે.