લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ બનાવની વિગત મુજબ ઓરિસ્સામાં રહેતો અને મૂળ ઓરિસ્સાનો રહેવાસી આરોપી પંકજ બબલુ સાવ ( ઉંમર 28 )એ 30-09-2022ના રોજ એક મહિલાની હત્યા કરી હતી. તપાસમાં મહિલાનું નામ મધુબેન અમરતભાઈ ડામોર (27) હોવાનું બહાર આવ્યું હતું. નરોડામાં અર્ચિત ઓર્ગેનિક્સ લી. જીઆઈડીસી ફેઝ-૩ નજીકની દિવાલ પાસે બબલુએ દુપટ્ટા વડે મધુબેનની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. તપાસમાં પંકજ અને મધુબેન એક જ કંપનીમાં કામ કરતા હતા. જેને કરણે તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

આ પ્રેમસંબંધ અંગે મધુબેનના પતિને જાણ થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં આરોપી પંકજ તેના વતન ચાલ્યો ગયો હતો. વતનમાં પંકજની સગાઈ નક્કી થી ગઈ હતી. બીજીતરફ મધુબેન પોતાની સાથે લગ્ન કરવા પંકજને ફોન કરીને દબાણ કરતા હતા. આથી પંકજ સગાઈ તોડીને અમદાવાદ પરત આવી ગયો હતો. બાદમાં પંકજે મધુબેનને લગ્ન કરવા જાવતા મધુબેને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને કારણે ઉશ્કેરાયેલા પંકજે મધુબેનનું દુપટ્ટા વડે ગળુ દબાવીને તેમની હત્યા કરી નાંખી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી હતી.

Share This Article