કલર્સ ગુજરાતી અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટની ખૂબી સાથે તેની આગામી ઓફર યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત સાથે પ્રાદેશિક મનોરંજનને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સુસજ્જ છે. આ શોમાં રોચક વાર્તાકથન, અસલ ઓન-લોકેશન શૂટ અને અનુભવી કલાકારો થકી પરંપરા અને આધુનિકતાનું આંતરગૂથણ બહુ જ સૂઝબૂઝપૂર્વક કરવામાં આવ્યું છે. કે સંસ્કૃતિ ની ભૂમિકામાં સાના શેખ સાથે રાજ અનડકટ, રાગિણી શાહ, સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા અને વંદના વિઠલાણી જેવા અનુભવી કલાકારોને લઈ આ શો પ્રાદેશિક ટેલિવિઝન પર નવું સીમાચિહન સ્થાપિત કરવા માટે સુસજ્જ છે.
ગુજરાતી ટેલિવિઝન પર પદાર્પણ કરતાં સાના શેખે શૂટ દરમિયાન ગુજરાતી ભાષાની નાજુકતાને હાથ ધરવા માટે મદદરૂપ થવા સાથ આપનારા સહ-કલાકાર રાજ અનડકટની સરાહના કરી હતી. સાના ભારપૂર્વક કહે છે, “હું જ્યારે પણ ગુજરાતી ભાષાને લઈ અટવાઈ ગઈ ત્યારે રાજે બહુ જ કુશળતાથી આસાન વિકલ્પો સાથે મારું માર્ગદર્શન કર્યું, જેને લઈ મને બહુ મદદ થઈ. મારી ગુજરાતી ભાષા પર સમયાંતરે પકડ સારી થશે તેવો મને વિશ્વાસ છે ત્યારે તેણે આ વહેલી તબક્કામાં ટેકો આપવામાં કોઈ કસર બાકી નહીં રાખી.”
ભાષા અને સંસ્કૃતિને ઊંડાણથી જોડતાં તેણે અનેક મહિલાઓ સુધી વ્યાવસાયિક ગુજરાતી ભાષાના પાઠ લેવા માટે પોતાને સમર્પિત કરી હતી, પોતાની ભાષા પર કુશળતા નિખારીને વધુ સારો અને અસલ અભિનય દર્શાવવા માટે કોઈ કસર બાકી રાખી નહોતી. ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ કેનો હૃદયસ્પર્શી પ્રવાસ છે, જે ભૂમિકા સાના શેખે ભજવી છે. તે પોતાનાં મૂળને પારખે છે અને માતા યમુના (અમી ત્રિવેદી) અને દાદી બા (રાગિણી શાહ)ને એકત્ર કરવા માટે કામ કરે છે. રાજ અનડકટ કેશવની ભૂમિકા ભજવે છે, જે કે સાથે ખાટામીઠા સંબંધો ધરાવે છે, જે દર્શકો માટે ગતિશીલતા ઉમેરીને ખાતરીદાયક મનોરંજન આપશે.