Proteinverse એ ગાંધીનગરમાં પોતાના પ્રથમ સ્ટોરનો પ્રારંભ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર  પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે સ્થિત છે અને ગુજરાતની રાજધાનીમાં હેલ્થ અને વેઇટ વેલનેસ રિટેલમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. પ્રોટીનવર્સ માત્ર એક સ્ટોર નથી પણ, આરોગ્ય, સુંદરતા અને સુખાકારીની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવામાં આવેલો છે, જે  એક ક્યુરેટેડ અનુભવ પણ પ્રદાન કરે છે. 

Proteinverse 5

આ સ્ટોર લોન્ચ અંગે વાત કરતા ફિટનેસ બેન્કર અને પ્રોટીનવર્સના ફાઉન્ડર લકી વાલેચાએ કહ્યુ કે, “અમે ડિસેમ્બરમાં અમદાવાદમાં મણિનગર ખાતે અમારો પ્રથમ સ્ટોર શરૂ કર્યો હતો અને આજે ગાંધીનગરમાં અમારો બીજો સ્ટોરના પ્રારંભ પર ગર્વ અનુભવીએ છીએ.   પ્રોટીનવર્સ એ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સંબંધિત તમામ બાબતો માટે એક યુનિક સિંગલ-સ્ટોપ સોલ્યુશન છે અને આરોગ્ય અને સુખાકારી સબંધિત કોઈપણ વ્યક્તિ માટે મુલાકાત લેવી જોઈએ. અમને અમદાવાદમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે, અમે ગાંધીનગરના લોકો સાથે પણ સારી રીતે જોડાઈ શકીશું.”

ભવિષ્યમાં પ્રોટીનવર્સ અમદાવાદ અને અન્ય શહેરોમાં વધુ સ્ટોર્સ ખોલીને તેના માઈલસ્ટોનને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. “આ વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય અને સુખાકારી ઉત્પાદનો અને સેવાઓને વ્યાપક પ્રેક્ષકો માટે વધુ સુલભ બનાવવાનો છે,” શ્રી વાલેચાએ કહ્યું કે, જેમણે ગયા વર્ષે પ્રોટીનવર્સની સ્થાપના કરીને ફિટનેસ માટેના તેમના જુસ્સાને અનુસરવા માટે આંતરરાષ્ટ્રીય બેંકમાં પ્રતિષ્ઠિત નોકરી છોડી હતી.

Share This Article