ચાર્જ ઝોન દ્વારા ટીમમાં તાજગી ભરી દેતી વન-ડે પિકનીકનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાલમાં સપ્તાહના અંકમાં રોમાંચથી ભરપૂર દેવ કેમ્પ્સ ખાતે એક યાદગાર એક દિવસીય પિકનિકે સમગ્ર દિવસને ઉત્સાહ અને સાહસથી ભરેલો બનાવી દીધો.
ચાર્જઝોનના નવા બિઝનેસ વર્ટિકલ બિલિયન ઈ-મોબિલિટીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું, “દેવ કેમ્પ ખાતે ચાર્જ ઝોન દ્વારકા સમગ્ર દિવસ અવિસ્મરણીય બની રીતે તે રીતે પૂર્વાયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં મનોરંજક કાર્યક્રમોની યાદગાર વણઝાર હતી. ટીમ-બિલ્ડિંગ સાથેની કવાયત બાદ ત્રણ ટીમ બનાવવામાં આવી અને “ટીમ ચીયર્સ વિથ કેપ્ટન સ્પિરિટ” પ્રવૃત્તિથી શરૂઆત કરવામાં આવી. ત્યાર બાદ “થીમ-આધારિત ફોટો ચેલેન્જ,” “હ્યુમન નોટ્સ” ,”બલૂન બર્સ્ટ બોનાન્ઝા, અને “હૂકસ્ટેપ ચેલેન્જ” સહિત અનેક રોમાંચક પ્રવૃત્તિઓ યોજાઇ હતી, જેમાં ટીમોએ ઉગ્રતાપૂર્વક સ્પર્ધા કરી તેમની સંશોધનાત્મકતા અને ટીમવર્કની ભાવનાને પ્રદર્શિત કરી હતી.”
“તમામે સ્વાદિષ્ટ ભોજન બાદ, એક પ્રેરણાદાયક પૂલ પાર્ટીનો આનંદ માણ્યો, થોડી આરામ અને હળવી રમૂજથી ભરેલી ક્ષણોને યાદોમાં અંકિત કરી. ત્યાર બાદ ટીમના સભ્યો વચ્ચે સહયોગ અને સહચર્યને વધુ તીવ્ર બનાવતા “લેમન એન્ડ સ્પૂન” જેવી રેટ્રો ગેમ્સ અને “પેપર પ્લેન મેકિંગ” જેવા કાલ્પનિક કાર્યો આયોજિત કરવામાં આવ્યા હતા. જ્યાં તમામે નવા સહકાર્યકરોને જાણીને અને અમારી ટીમની ગતિશીલતામાં સુધારો કરીને કાયમી સંબંધો અને યાદો બનાવી છે.” – તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
દિવસની પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્ણ એવોર્ડ સમારોહ સાથે સમાપ્ત થઈ હતી જ્યાં વિજેતાઓને તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના સમગ્ર આયોજનથી ટીમના સભ્યોને પુનરૂત્થાન કરતા વાતાવરણમાં આરામ અને જોડાવા માટે આદર્શ તક આપે છે.