બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધા બાદ પૂજા ભટ્ટ ફરી ચર્ચામાં આવી છે. આ રિયાલિટી શોના પાંચ ફાઈનાલિસ્ટમાં પૂજાનો સમાવેશ થયો હતો. શો દરમિયાન પૂજાએ પોતાના અંગત જીવન અંગે થોડી વાત કરી હતી. શો પૂરો થયા બાદ ફરી એક વખત ૫૧ વર્ષીય પૂજાએ અંગત વાતો કરી છે, જેમાં તેમણે આલિયા ભટ્ટ તેમની દીકરી હોવા બાબતે પણ જવાબ આપ્યો છે. આલિયા ભટ્ટને પૂજા ભટ્ટે જન્મ આપ્યો હોવાની અફવા લાંબા સમયથી ચાલી રહી છે. પૂજા ભટ્ટે આ મામલે ક્યારેય ખુલાસો કર્યો નથી.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આપણા દેશમાં આવી આદત બહુ જૂની છે. કોઈને પોતાની દીકરી, ભાભી કે બહેન સાથે સંબંધ હોવાની વાતો ઊડાડવામાં આવે છે. આવી અફવાઓનો સામનો કઈ રીતે આપવો? આવી બધી પાયાવિહોણી વાતોને જવાબ આપવાથી તેનું મૂલ્ય વધે છે. આલિયા ભટ્ટ મારી દીકરી હોવાની વાતો કલ્પનાથી વિશેષ નથી. આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ છે, જ્યારે તેમની માતા અલગ-અલગ છે. સંબંધે સાવકી બહેનો હોવા છતાં પૂજા અને આલિયા વચ્ચે નિકટતા છે. બિગ બોસમાંથી બહાર આવી ત્યારે આલિયાએ પૂજાને જણાવ્યું હતું કે, તે દરરોજ આ શો જોતી હતી અને શો દરમિયાન પણ સતત પૂજાની સાથે હોય તેવું અનુભવતી હતી.