વિયેટનામની અગ્રણી કિફાયતી વિમાન કંપની વિયેટજેટે ભારતીયો માટે આજ સુધીની તેની સૌથી મોટી પ્રમોશનલ ઓફર જાહેર કરી છે. 4 એપ્રિલ, 2023 સુધી ચાલનારી વિયેટજેટની ઝુંબેશમાં ભારતીય ગ્રાહકોને 2 મિલિયન ઈકો ક્લાસની ટિકિટો યુએસડી 0 (*)ની કિંમતે ઓફર કરશે. ઓફર વિયેટનામમાં બધા રુટ્સ અને ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન, હોંગ કોંગ (ચાયના) અને સંપૂર્ણ એશિયા પેસિફિકમાંથી આવવા- જવા માટે લાગુ થશે. પ્રવાસીઓ આ ઓફર www.vietjetair.com પર અને વિયેટજેટ એરના મોબાઈલ એપ્સ પરથી મેળવી શકશે. ઓફર હમણાંથી 12 ડિસેમ્બર, 2023 સુધી ફ્લાઈટ્સ માટે ઉપલબ્ધ છે.
ઉપરાંત એરલાઈન સ્કાયબોસ / સ્કાયબોસ બિઝનેસ પ્રવાસીઓને 50 % ડિસ્કાઉન્ટ (*)ની ઓફર પણ કરશે. આ મુજબ ભારત અને વિયેટનામને જોડતા કોઈ પણ રુટ્સ પર તેમ જ કનેક્ટિંગ સેવાઓ પર વન-વે સ્કાયબોસ બિઝનેસ ટિકિટની કિંમત ફક્ત 200 યુએસડીથી શરૂ થાય છે. ઓફર હમણાંથી 12 ડિસેમ્બર, 2023 સુધી ફ્લાઈટ્સ માટે 5 મે, 2023 સુધી લાગુ રહેશે. પ્રવાસીઓ લક્ઝરી લાઉન્જ, પ્રાઈવેટ કેબિન, કોકટેઈલ બાર, ફ્લેટ બેડ સીટ્સને પહોંચ સહિત વધારાની અગ્રતાઓ, 20 કિલો સુધી કેરી-ઓન બેગેજ મફત અને 60 કિગ્રા ચેક્ડ બેગેજ, ગોલ્ફ ક્લબ સેટ અને ડિલેક્ટેબલ ઓર્ગેનિક ક્યુઝીન માણી શકશે.
પ્રવાસીઓએ બે ટિકિટ ક્લાસ, એટલે કે, સ્કાયબોસ બિઝનેસ અને સ્કાયબોસ માટે અનુક્રમે ડિસ્કાઉન્ટ્સ પ્રાપ્ત કરવા www.vietjetair.com પર અથવા વિયેટજેટ એરના મોબાઈલ એપ પર બુકિંગ કરવા સમયે “ALL50SBB” અને “ALL50SB” કોડ્સનો ઉપયોગ કરવાનો રહેશે.
ઉપરાંત વિયેટજેટ સ્કાયજોય રિવોર્ડ પ્રોગ્રામમાં જોડાનારા મેમ્બરો સ્કાયમોબાઈલ એપ અથવા સીધા જ વેબસાઈટ https://skyjoy.vn પરથી હમણાંથી 4 એપ્રિલ, 2023 સુધી સિંગલ ઈન્ડિયા- વિયેટનામ ટિકિટ માટે 300 સુધી સ્કાયપોઈન્ટ્સ (**) મેળવી શકે છે.
(*) કર, ફી અને દરેક બજારમાં સમર અને હોલીડેનો સમયગાળો અપવાદ છે.
(**) નિયમો અને શરતો લાગુ.