રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે આઇ ખેડૂત પોર્ટલ ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ, ૨૦૧૮ સુધીમાં ખેડૂતો ઓન લાઇન અરજી કરી શકે તે માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનો મહત્તમ લાભ લેવા ખેડૂત મિત્રોને જણાવાયું છે.
ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જેના ભાગરૂપે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૧૮-૧૯ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે, તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.