આમિર ખાન પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થવાથી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ડિસ્ટ્રીબ્યુટર્સને આ ફિલ્મના કારણે ઘણું નુકસાન થયું અને તેમને મેકર્સ પાસેથી વળતરની માગ કરી છે. આમિરે જાતે આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર છે. રિપોર્ટ્સના અનુસાર, તેણે આ ફિલ્મ ફ્લોપ થવાની સંપૂર્ણ જવાબદારી પોતાનાં માથે લીધી છે. જો કે, તેણે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવના મિત્રએ જણાવ્યું કે, આમિરે લાલ સિંહ ચઢ્ઢા માટે ઘણી મહેનત કરી હતી. આમિરનો પ્રયાસ હતો કે તે ફોરેસ્ટ ગંપના બેસ્ટ વર્ઝનને ઓડિયન્સની સામે લાવે, પરંતુ રિલીઝ પછી લોકોના રિએક્શનની આમિર પર ખરાબ અસર પડી છે. તે આઘાતમાં સરી પડ્યો છે. લાલ સિંહ ચઢ્ઢાને બિઝનેસમાં થયેલા નુકસાન પછી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સે વળતરની માગ કરી છે. તેમનું કહેવું છે કે, આ ફિલ્મથી અમને ફાઈનાન્શિયલી ઘણું નુકસાન થયું છે. રિપોર્ટ્સના અનુસાર, મેકર્સ ડિસ્ટ્રીબ્યુટર્સનાં નુકસાનની ભરપાઈ કરવા માટે તૈયાર છે.
લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી, પરંતુ આમિર અને કરિનાનાં જૂના નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર તેને બાયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો, જેની અસર બોક્સ ઓફિસર પર જોવા મળી. ૧૮૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ફર્સ્ટ વિકેન્ડમાં માત્ર ૩૮.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે, જ્યારે આમિરની અગાઉની ફિલ્મોએ તેનાથી વધારે કમાણી ફર્સ્ટ ડે પર કરી હતી. લાલ સિંહ ચઢ્ઢાએ ચોથા દિવસ એટલે કે ફર્સ્ટ સન્ડેના રોજ ૧૦.૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પહેલા ફિલ્મે ત્રીજા દિવસે ૮.૭૫ કરોડ, બીજા દિવસે ૭.૨૬ કરોડ અને પહેલા દિવસે ૧૧.૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. લોન્ગ વીકેન્ડ હવે પૂરો થઈ ગયો છે અને હવે કલેક્શન વધવાની સંભાવના નહિવત્ છે. દિલ્હી સ્થિત વકીલે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને આમિર ખાન, પેરામાઉન્ટ પિક્ચર્સ અને અન્ય લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોડા પાસે ફરિયાદ નોંધાવી છે. વકીલે આરોપ લગાવ્યો છે કે, આમિરે પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’થી ભારતીય સેનાનું અપમાન કર્યું છે અને હિંદુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
એડવોકેટ વિનીત જિંદલે દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો છે. આવી સ્થિતિમાં આમિર ખાન, પેરામાઉન્ટ પિક્ચર્સ અને ફિલ્મ ડિરેક્ટર અદ્વૈત ચંદન સામે IPCની કલમ ૧૫૩, ૧૫૩ એ, ૨૯૮ અને ૫૦૫ હેઠળ FIR નોંધવાની માગ કરવામાં આવી છે.