ભારતનું નં. 1 ફર્નિચર અને હોમ પ્રોડક્ટ્સનું માર્કેટપ્લેસ પેપરફ્રાય દ્વારા ગુજરાતના અમદાવાદમાં તેનો બીજો સ્ટુડિયો લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ ઓફફલાઈન વિસ્તરણ આગવી બજારોમાં પહોંચ વધારવાના અને ભારતમાં ફર્નિચર અને હોમ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં સૌથી વિશાળ ઓમ્ની- ચેનલ બિઝનેસ નિર્માણ કરવાના કંપનીના લક્ષ્યના ભાગરૂપ છે. પેપરફ્રાયે 2014માં તેનો પ્રથમ સ્ટુડિયો લોન્ચ કર્યો હતો, જે પછી હાલમાં દેશમાં 65થી વધુ શહેરોમાં 100થી વધુ સ્ટુડિયો ધરાવે છે.
સ્ટુડિયો 380 ચો.ફૂટના કાર્પેટ એરિયામાં અમદાવાદમાં સાઉથ બોપલ ખાતે મોકાના સ્થળે સ્થિત છે. તે ગ્રાહકોને પેપરફ્રાયની વેબસાઈટ પર ઉપલબ્ધ 1 લાખથી વધુ પ્રોડક્ટોના અનોખો પોર્ટફોલિયોમાંથી ધ્યાનપૂર્વક પસંદ કરાયેલાં ફર્નિચર અને ડેકોરની ક્યુરેટેડ રેન્જનો ફર્સ્ટહેન્ડ અનુભવ કરાવે છે. આ સ્ટુડિયો ગ્રાહકોને ખરીદી કરવા પૂર્વે વૂડ ફિનિશીઝ અને આ મોટી આઈટમોની ગુણવત્તા સમજવા માટે ટચ એન્ડ ફીલ અનુભવ પૂરો પાડે છે. તેમાં ડિઝાઈન નિષ્ણાતો પણ છે, જેઓ કોમ્પ્લીમેન્ટરી ડિઝાઈન કન્સલ્ટન્સી પ્રદાન કરે છે, જેથી ગ્રાહકોને તેમનાં સપનાંનાં ઘર નિર્માણ કરવામાં સહાય થશે.
2017માં તેમના ઓમ્ની- ચેનલ નેટવર્ક પર નિર્મિત પેપરફ્રાયે અજોડ ફ્રેન્ચાઈઝ મોડેલ રજૂ કર્યું છે અને અત્યંત ટૂંક સમયમાંજ લખનૌ, પઠાણકોટ, ત્રિવેન્દ્ર, પટના, બેન્ગલુરુ, ઈન્દોર, ચેન્નાઈ, ગૌહાટી અને કોઈમ્બતુર જેવાં મેટ્રો, ટિયર 2 અને ટિયર 3 બજારોમાં 70થી વધુ એફઓએફઓ સ્ટુડિયો લોન્ચ કર્યા છે. આ ફ્રેન્ચાઈઝ સ્ટુડિયોઝ માટે પેપરફ્રાયે હાઈપરલોકલ માગણીનાં ચક્રો અને પ્રવાહો સાથે સારી રીતે વાકેફ ઉત્કૃષ્ટ સ્થાનિક વેપાર સાહસિકો સાથે ભાગીદારી કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ 2020માં આ ફ્રેન્ચાઈઝ મોડેલમાં સુધારણા કરીને મોજૂદ અને સંભવિત ફ્રેન્ચાઈઝ ભાગીદારો માટે તેને વધુ આકર્ષક બનાવ્યું છે. તે રિવોર્ડ સ્ટ્રક્ચર ધરાવે છે, જેમાં ફ્રેન્ચાઈઝ માલિકોને ફ્રેન્ચાઈઝ સ્ટુડિયો થકી કરવામાં આવતી દરેક ઓનલાઈન લેણદેણ પર 15 ટકા (અગાઉનું મોડેલઃ 10 ટકા)નું કમિશન કમાણી કરીને લાભ લઈ શકે છે.
જૂન 2021માં પેપરફ્રાયે એક વર્ષમાં 200 સ્ટુડિયો સ્થાપવાના લક્ષ્ય સાથે પેપરફ્રાય એક્સિલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ નવા ઘડવામાં આવેલા પ્રોગ્રામનો હેતુ બાકી વર્ષમાં દિવસમાં એક વેપાર સાહસિક ઉમેરીને પેપરફ્રાયની ઓફફલાઈન પહોંચ બેસુમાર વધારવાનો છે. જોકે નવા પ્રોગ્રામની સૌથી અનોખી બાબત ફ્રેન્ટાઈઝ પાર્ટનર્સ દ્વારા આવશ્યક કેપેક્સ છે, જે આશરે રૂ. 15 લાખ છે, જે મોજૂદ ફ્રેન્ચાઈઝ પ્રોગ્રામની તુલનામાં એકતૃતીયાંશ છે.
બંને મોડેલો 100 ટકા કિંમત સમાનતા પર આધારિત છે અને પાર્ટનરે પ્રોડક્ટ ઈન્વેન્ટરી પકડી રાખવાનું આવશ્યક નથી, જેથી તેને આપસી લાભદાયી વેપાર સહયોગ બનાવે છે.
પેપરફ્રાયના બિઝનેસ હેડ અમૃતા ગુપ્તાએ આ લોન્ચ પર બોલતાં જણાવ્યું હતું કે અમને ત્વિશા ડેકોર સાથે ભાગીદારીમાં અમદાવાદમાં અમારો બીજો સ્ટુડિયો રજબકરીને અમારી ઓમ્ની- ચેનલ પહોંચ વિસ્તારવાની ખુશી છે. પેપયફ્રાયમાં અમારું લક્ષ્ય ઉત્તમ કિંમતે ઉત્તમ વરાઈટી ઓફર કરીને શક્ય તેટલાં સંપર્ક સ્થળો થકી અમારા ગ્રાહકોને ઉપલબ્ધ થવાનું છે. આમ, વર્તમાન સમયમાં ગ્રાહકો તેમના ઘરના વાતાવરણ પ્રત્યે વધુ સતર્ક બની રહ્યા છે અને ફંકશનલ અને એસ્થેટિક જગ્યા નિર્માણ કરવામાં રોકાણ કરવા માગે છે ત્યારે અમે માનીએ છીએ કે અમારા સ્ટુડિયો ગ્રાહકોને આદર્શ ઘર નિર્માણ કરવામાં મદદરૂપ થશે.
ત્વિશાડે કોરના માલિક હરગોવન ડાભીએ જણાવ્યું હતું કે ભારતના અગ્રણી હોમ અને ફર્નિચર માર્કેટપ્લેસ પેપરફ્રાય સાથે ભાગીદારી કરવાની અમને બેહદ ખુશી છે. પેપરફ્રાય અસલ અનોખા ઓમ્નીચેનલ વેપારમાં આગેવાન છે અને અમને સૌથી વિશાળ ઓમ્નીચેનલ હોમ અને ફર્નિચર વેપાર નિર્માણ કરવામાં તેમના પ્રવાસનો હિસ્સો બનવામાં ગૌરવની લાગણી થાય છે.
પેપરફ્રાય.કોમ વિશે
પેપરફ્રાય ભારતનું સૌથી અવ્વલ ફર્નિચર અને હોમ પ્રોડક્ટ્સ માર્કેટપ્લેસ છે, જે ગ્રાહકોને અદભુત કિંમતની હોમ પ્રોડક્ટોની અસમાંતર પસંદગી ઓફર કરે છે અને એકધારી રીતે ઉત્તમ શોપિંગ અનુભવ કરાવે છે. પેપરફ્રાય દ્વારા વ્યવસ્થાપન કરાતું માર્કેટપ્લેસ હજારો એન્ટરપ્રેન્યોર્સ અને વેપારીઓને ભારત અને દુનિયાભરના લાખ્ખો ઈચ્છનીય ગ્રાહકોને વેચાણ કરવામાં મદદ કરે છે.