આધુનિક સમયમાં બ્રેડ હવે દરરોજના લાઇફના હિસ્સા તરીકે છે. સાથે સાથે બ્રેડ સરળતાથી ઉપલબ્ધ પણ બને છે. સામાન્ય રીતે ઉતાવળમાં ખાવા માટે તેને લઇ લેવામાં આવે છે. જો કે હાલના કેટલાક સંશોધનમાં આવી બાબત ઉભરીને સપાટી પર આવી છે કે વધારે પ્રમાણમાં બ્રેડ ખાવાથી કેટલાક પ્રકારની બિમારી લાગે છે. કેટલીક સમસ્યા લાગુ થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રેડમાં રોટલી કરતા વધારે પ્રમાણમાં કેલેરી હોય છે. બે ગણી વધારે કેલેરી હોય છે. વાઇટ બ્રેડ મૈદાથી બનાવવામાં આવે છે. તેમાં કેટલાક બ્લીચિંગ એજન્ટસનો ઉપયોગ કરવામાં આવે છે. બનાવવાના ગાળા દરમિયાન તેમાં પૌષક તત્વો નષ્ટ થઇ જાય છે. ફાઇબરની કમી હોવા કારણે તેને પાચનમાં તકલીફ થાય છે. તેના કારણે પેટમાં કેટલીક પ્રકારની સમસ્યા ઉભી થાય છે. તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોવાના કારણે લોહીમાં ગ્લુકોઝ વધારી દે છે. હોલગ્રેન અને હોલ વ્હીટ બ્રેડ પૂર્ણ અનાજ સાથે બનાવવામાં આવે છે. તેમાં વ્હાઇટ બ્રેડની તુલનામાં વધારે પૌષક તત્વો રહે છે. છતાં તેને ખાવાથી બચવાની જરૂર હોય છે.
મલ્ટીગ્રેન બ્રેડમાં ઓટ્સ, ઘઉ, જુવાર , અલસી જેવા અનાજ હોય છે. જો મલ્ટીગ્રેન બ્રેડ ખાવાની ઇચ્છા છે તો તેને ઘરમાં બનાવવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાંતો કહે છે કે બ્રેડને મુલાયમ બનાવી દેવા માટે કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં કેમિક્લસ મિક્સ કરવામાં આવે છે. એક વ્હાઇટ બ્રેડ સ્લાઇસમાં ૭૫ કેલેરી હોય છે. જ્યારે રોટલીમાં ૩૦-૩૫ કેલેરી હોય છે. રોટલીમાં બીજા પૌષક તત્વો રહેલા હોય છે. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. બ્રેડને ઠંડા અને સુખા સ્થાન પર રાખવાની જરૂર હોય છે. તેને તાપમાં રાખવાની જરૂર રહેતી નથી. ફ્રીજમાં પણ બ્રેડને ક્યારેય રાખવી જોઇએ નહીં. શક્ય હોય તો બ્રેડને તો રૂમના તાપમાન પર રાખવાની જરૂર હોય છે. બ્રેડની એક્સપાયરી ડેટ ખરીદતી વેળા જોવાની હમેંશા જરૂર હોય છે. જો કોઇ વ્યક્તિ દરરોજ બે સ્લાઇસ ખાય છે તો તેમા સ્થુળતાનો ખતરો ૪૦ ટકા સુધી વધી જાય છે.
કેટલાક લોકો માને છે કે બ્રાઉન બ્રેડમાં વ્હાઇટ બ્રેડ કરતા વધારે પૌષક તત્વો હોય છે. કેટલાક અભ્યાસમા એવી બાબત નિકળીને સપાટી પર આવી છે કે બ્રાઉન બ્રેડમાં સ્વાદ વધારી દેવા માટે શુગરનુ પ્રમાણ વ્હાઇટ બ્રેડ કરતા વધારે કરી દેવામાં આવે છે. બ્રાઉન બ્રેડમાં રંગને ઘેરા કરવા માટે કેટલાક કેમિકલ્સ મિક્સ કરી દેવામાં આવે છે. જે નુકસાન કરે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો બંનેમાં પૌષકતા જેવી ચીજો તો રહેતી નથી. માત્ર હોલગ્રેન અને મલ્ટીગ્રેન બ્રેડ જ ખાવી જોઇએ. આ બ્રેડ પણ ઘરમાં બનેલી રહે તે જરૂરી છે. રેડિમેડ હોલગ્રેન બ્રેડમા પણ બ્રાઉન કલર મિક્સ કરેલા હોય છે. જેથી સપ્તાહમાં એક બે દિવસ સુધી ૧-૨ સ્લાઇસ ખાઇ શકો છો. તેમાં કેલેરી વધારે હોય છે. જેથી બટર અને જેમની સાથે તેને ખાવાથી વજન ઝડપથી વધી શકે છે. તેના હળવા પ્રમાણમાં સેકીને અથવા તો ફેટલેસ દુધની સાથે ઉપયોગ કરી શકો છો.
હાલના સમયમાં બ્રેડનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. દરેક ચીજ વસ્તુમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતીમાં બાળકોની સાથે સાથે વાલીઓ અને માતા પિતા પણ તેના તરફ ધ્યાન આપે તે જરૂરી છે.