આપની સ્કીનને સોફ્ટ અને ગ્લોઇંગ તેમજ ખુબસુરત કરવાનો દાવો કરનાર ક્રીમ માં કેટલાક પ્રકારના નુકસાન કરતા તત્વો રહેલા હોય છે. જેના કારણે આપને સ્કીનની તકલીફ ઉભી કરી શકે છે. સાથે સાથે ગંભીર પ્રકારની બિમારી આપી શકે છે. સ્કીન સાથે સંબંધિત ક્રીમ કિડનીને ડેમેજ કરી શકે છે. ક્રીમ જુદા જુદા પ્રકારની બિમારી આપી રહી હોવા છતાં આની તરફ લોકોનુ ધ્યાન જઇ રહ્યુ નથી. આવુ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે સ્કીન પર ઉપયોગ કરવામાં આવતી ક્રીમમાં ખતરનાક મેટલ મર્ક્યુરી એટલે કે પારાનો ઉપયોગ નિધારિતિ માપદંડ કરતા વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. આ પ્રકારની ક્રીમ ઇ-કોમર્સ પોર્ટલ ઉપરાંત બજારોમાં જોરદાર રીતે વેચાઇ રહી છે. દિલ્હીના ગફ્ફાર માર્કેટમાંથી લેવામાં આવેલા સ્કીન ક્રીમના ચાર સેમ્પલોમાં પારાનુ પ્રમાણ ૪૮.૧૭થી એક લાખ ૧૦ હજાર પીપીએમ સુધી રહ્યુ છે.
માત્ર ભારત જ નહીં બલ્કે આ ક્રીમનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. આ દાવો જીરો પારા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. આ ગ્રુપ દ્વારા પારાથી થનાર પ્રદુષણ પર કામ કરે છે. આ ગ્લોબલ સ્ટડીમાં ભારત માટે ટોક્સિક લિન્ક દ્વારા અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીરો મર્ક્યુરી વર્કિંગ ગ્રુપના આ અભ્યાસના તારણ ૧૨ દેશોમાં જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના તારણમાં કહેવામા આવ્યુ છે કે ૧૫૮ સ્કીન ક્રીમ સેમ્પલોમાંથી ૯૬ સ્કીન ક્રીમ સેમ્પલમાંથી ૯૬ મર્ક્યુરીનુ સ્તર ૪૦ પીપીએમથી એક લાખ ૩૦ હજાર પીપીએમ સુધી છે. ભારત માટે લેવામાં આવેલા સેમ્પલોમાં મર્ક્યુરીનુ પ્રમાણ ૪૮થી એક લાખ ૧૩ હજાર પીપીએમ સુધી છે. આ નક્કી કરવામાં આવતા માપદંડ એક પીપીએમથી ખુબ વધારે છે.
ભારત માટે લેવામાં આવેલા સેમ્પલો ઓનલાઇન અને ઓફલાઇન કલેક્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ક્રીમના સેમ્પલોને માન્યતા પ્રાપ્ત લેબમાં મોકલી દેવામાં આવ્યા બાદ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અભ્યાસ બાદ એવી બાબત સપાટી પર આવી હતી કે જેટલા પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલોમાં પારાનુ પ્રમાણ નક્કી કરવામાં આવેલા પ્રમાણ કરતા ખુબ વધારે રહ્યુ હતુ. જે ક્રીમના સેમ્પલો લેવામાં આવ્યા હતા તે પૈકી મોટા ભાગની ક્રીમ એશિયામાં જ બનાવવામાં આવી રહી હતી. પાકિસ્તાનમાં ૬૨ ટકા, થાઇલેન્ડમાં ૧૯ ટકા અને ચીનમાં ૧૩ ટકા ક્રીમનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. ૧૨ દેશોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમાંથી ૬૦ ટકા પ્રોડક્ટસમાં મર્ક્યુરીનુ પ્રમાણ એક પીપીએમથી વધારે રહેતા તેની ચર્ચા નિષ્ણાંતોમાં જોવા મળી રહી છે.
જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે કિડની અને શરીરના અન્ય ભાગોને તે ભારે નુકસાન કરે છે. સ્કીન લાઇટિંગ અથવા તો સ્કીનની ખુબસુરતીને નિખારીને વાઇટ કરવાનો દાવો કરતી કંપનીઓની સ્કીન ક્રીમ ખુબ નુકસાન કરે છે. સાબુ અને અન્ય ચીજ વસ્તુઓમાં આનુ પ્રમાણ ખુબ વધારે રહે છે. ભારતીય બજારાં હાલમાં બોડીલોશનનો ભરાવો જોવા મળી રહ્યો છે.
ટોચની કંપનીઓ લોકોને આકર્ષિત કરવા માટે જુદા જુદા પ્રકારના બોડી લોશન રજૂ કરીને જંગી નાણાં એકત્રિત કરવામાં વ્યસ્ત છે. આવા સમયમાં બોડી લોશન અને ફેરનેશ ક્રીમના કારણે થઈ રહેલા નુકસાન તરફ કોઈનું ધ્યાન ખેચાઈ રહ્યું નથી. સ્કીનને બોડીલોશનના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા હાલમાં જ નવી ચેતવણી જારી કરીને ભારતીય લોકોને સાવધાન રહેવા કહ્યું છે. તેનું કહેવું છે કે આશરે ૬૧ ટકા ડરમાટોલોજીકલ માર્કેટમાં ચીજો સ્કીનને વધુ ચમકદાર રાખે તેવી પ્રોડક્ટની સાબુ, સ્કીમ અને કોસમેટીક ચીજવસ્તુઓ સામે ડબલ્યુએચઓ દ્વારા ચેતવણી અપાઈ છે.
ખાસ કરીને આઈમેકઅપ, ક્લીનઝીંગ પ્રોડક્ટ અને મસ્કારા જેવી કોસમેટીક ચીજવસ્તુઓના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોડક્ટમાં પારાનું પ્રમાણ રહેલું છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે ક્રીમ અને સ્કીનને વધુ ચમકદાર બનાવનાર સાબુમાં પારાના તત્વો રહેલા છે જેનાથી સ્કીનની સાથે સાથે શરીરના અન્ય ભાગને નુકસાન થઈ રહ્યું છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે સાબુ અને ક્રીમમાં ઉપલબ્ધ પારાનું પ્રમાણ પાણીમાં ડિસ્ચાર્જ થયા બાદ પર્યાવરણમાં પ્રવેશ કરે છે. જ્યાંથી તે મેથીલેટેડ બનીને ફુડ ચેનમાં પ્રવેશ કરે છે.
મેથી મરક્યુલી જેવી ચીજવસ્તુ ધરાવતી ફિસનો ઉપયોગ કરનાર સગર્ભા મહિલામાં પારાનું પ્રમાણ તેમના ગર્ભમાં પ્રવેશ કરે છે જે બાળકોમાં ન્યૂરોલોજીકલ ખામી ઊભી કરવામાં ભૂમિકા ભજવે છે. ડબલ્યુએચઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્કીન લાઈટીંગ સાબુ અને ક્રીમ ચોક્કસ આફ્રિકન અને એશિયન દેશોમાં વપરાય છે.