આધુનિક સમયમાં દરેક વ્યક્તિની લાઇફ ખુબ ભાગદોડ ભરેલી બની ગઇ છે. આધુનિક સમયમાં અમારી પાસે આરામથી એક કપ ચાર પીવાનો પણ સમય નથી. કામના કારણે અમે ચારેબાજુથી જોરદાર રીતે ઘેરાઇ ગયા છીએ. કામના કારણે માનસિક અને શારરિક તકલીફ ઉભી થવા લાગી ગઇ છે. આવી સ્થિતી માં વ્યસ્ત સમય હોવા છતાં પોતાના માટે થોડોક સમય કાઢવામાં આવે તે જરૂરી છે. સમય પોતાના માટે કાઢવાના કારણે થાક લાગતી નથી. સાથે સાથે ગુસ્સો પણ આવતો નથી. કોઇ પણ વ્યક્તિએ પોતાને સ્વસ્થ રાખવા માટે સમય કાઢવાની જરૂર હોય છે. સેલ્ફ કેયર ટિપ્પસ દરેક વ્યક્તિને ઉપયોગી સાબિત થઇ શકે છે. જુદા જુદા અભ્યાસ દર્શાવે છે કે વર્કહોલિજમ અને મેન્ટલ તેમજ ફિજિકલ ડિસઓર્ડર વચ્ચે સીધા સંબંધ રહે છે. આને ચેતવણી તરીકે ગણીને અમને સાવધાન થઇ જવાની જરૂર છે.
કામની સાથે સાથે શરીર પર ધ્યાન આપવાની જરૂર છે. આજના આધુનિક સમયમાં આ બાબત સ્વીકારી શકાય નહી કે આપના શરીરને કેટલા પ્રમાણમાં પોષક તત્વો મળે છે તે બાબતથી દરેક વ્યક્તિ વાકેફ રહે છે. વિટામિનનો ઉપયોગ પોષણ ના વીમા કરવા સમાન છે. જુદા જુદા રોગ પર સારવાર કરવાના નામે જંગી ખર્ચ કરવાના બદલે ડાઇટમાં મલ્ટી વિટામિન પર જંગી ખર્ચ કરવામાં આવે તે જરૂરી છે. મલ્ટી વિટામિન શરીરની તમામ જરૂરીયાત પૂર્ણ કરે છે. જો કોઇ વ્યક્તિ ઓફિસમાં બેસીને કલાકો સુધી કામ કરે છે તો તેવી વ્યક્તિને દરરોજ કસરત કરવાની જરૂર હોય છે. રમત ગમતની પ્રવૃતિ અને અન્ય શારરિક ગતિવિધીઓ આપના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની શક્યતા વધારે છે. નિયમિતરીતે કરવામાં આવતી કસરત આપના શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ બને છે. કામના ગાળા દરમિયાન કરવામાં આવતી કસરત કરવાની ટેવ પાડવાની બાબત ખુબ સારી હોય છે. કારણ કે આના કારણે સાંજે પરિવારના સભ્યો સાથે સમય ગાળી શકાય છે. શરીર અને મન માટે ઓફિસ શ્રેષ્ઠ જગ્યા નથી. તાજી હવા અને તાપનો લાભ લેવા માટે સમય કાઢવાની જરૂર હોય છે.
સુર્યપ્રકાશથી મળનાર વિટામિન ડી આપના આરોગ્યને સુધારી દેવામાં મદદરૂપ થાય છે. આવી જ રીતે ખુલ્લી હવામાં કરવામાં આવેલી વોકિંગ પણ ઉપયોગી સાબિત થાય છે. આવી ટેવ પાડીને ટીવી અથવા તો કોમ્પ્યુટરની સામે બેસીને ગાળવામાં આવતા સમયને પોતાની શરીરની કામની પ્રવૃતિમાં લગાવીને શરીરને ફિટ રાખી શકાય છે. ખુલ્લી હવામાં કરવામાં આવતી કસરત અને વોકિંગનો સીધો લાભ મળે છે. આના કારણે એકાગ્રતા વધારે મજબુત થાય છે. એક વખતે શરીર મજબુત બની જવાની સ્થિતી માં કેટલીક બિમારી તો સીધી રીતે જ ભાગી જાય છે. ઓફિસમાં કામ કરી કરીને થાકી જવાની સ્થિતી માં રજા માણવાની બાબત પણ સારા વિકલ્પ તરીકે છે. યાત્રાના શૌખીન લોકોએ પ્રવાસ સ્થળો પર જવા માટેના આયોજન કરવા જોઇએ. મિત્રો અથવા તો પરિવારની સાથે સમય ગાળીને ટેન્શનમાંથી બહાર નિકળી શકાય છે.
એંકાતમાં ગાળવામા આવતો સમય પણ ઉપયોગી સાબિત થાય છે. આનાથી યાદશક્તિ મજબુત બની જાય છે. એકાંતમાં રહીને પોતાની જરૂરીયાત મુજબ એક શાનદાર ચિત્ર બનાવી શકાય છે. આ પ્રકારના અનુભવ જવાબદારીના લાંબા કલાકથી આરામ આપે છે. વધારે સમય સુધી બેસીને કામ કરવાના કારણે ખુબ થાક લાગે છે. જેના કારણે શરીરમાં દુખાવો થઇ શકે છે. હાડકામાં દુખાવો કેટલાક કારણસર થઇ શકે છે. જેમાં ઓસ્ટીયો આર્થરાઇટિસ, સિકલ સેલ એનિમિયના કારણે પણ દુખાવો થાય છે. સ્નાયુ અને માસપેશિયા ખેંચાઇ જવાના કારણે હાડકામાં દુખાવો રહે છે. આ તમામથી બચવા માટે દરેક ૨૦ મિનિટમાં ઉભા થવાની જરૂર હોય છે. ડેસ્ક પર કામ કરનાર લોકોએ લાંબા સમય સુધી બેસી રહેવાથી બચવાના પ્રયાસ કરવા જોઇએ. ડેસ્ક પર હળવી કસરત જારી રાખવી જોઇએ.
નિષ્ણાંતોના કહેવા મુજબ માથાને એકબાજુથી બીજી બાજુએ લઇ જવાથી ફાયદો થાય છે. બેસતી વેળા પોતાના ટેવની કાળજી રાખવી જોઇએ. જુદા જુદા અભ્યાસ દાવો કરે છે કે પોતાના માટે પણ સમય કાઢવામાં આવે તે અતિ જરૂરી છે. કારણ કે વર્કહોલિઝમ અને મેન્ટલ તેમજ ફિજિકલ ડિસઓર્ડર વચ્ચે સીધા સંબંધ છે.