ઉપવાસની આરોગ્ય પર સારી અસર થાય છે કે ખરાબ તેને લઇને વિશ્વભરના લોકોમાં સતત ચર્ચા ચાલતી રહે છે. આ પ્રશ્નનો નક્કર જવાબ હજુ મળી રહ્યો નથી. હવે આનો જવાબ નવા અભ્યાસમાં મળી ગયો છે. લંડનમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસની આરોગ્ય પર સારી અસર થાય છે. સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસ કરવાથી લાંબા સમય સુધી જીવી શકાય છે. એજિગ અંગે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ખાતે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસ લાંબા આયુષ્ય માટે ચાવીરૂપ છે. કારણ કે આનાથી અલઝેમેરના પાર્કિન્સન અને અન્ય ડિજનરેટિવ બ્રેઇન સ્થિતીથી બચી શકાય છે.
બ્રેઇનમાં કેમિકલ મેસેન્જરને પ્રોત્સાહન એ વખતે મળે છે જ્યારે કેલોરી હિસ્સો નિયંત્રિત થઇ જાય છે. લાંબા સમયથી એમ માનવામાં આવે છે ઉંદર અને સસલા પર પ્રયોગ સફળ સાબિત થયા છે. સંશોધકોનો દાવો છે કે માનવી પર પણ એવી જ અસર થઇ શકે છે. પરંતુ થિયોરી ટેસ્ટ કરવા માટે મુશ્કેલી અને પડકારરૂપ છે. હવે સંશોધકો ઉપવાસની હકારાત્મક અસરને જાણવામાં સફળ રહ્યા છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી ટેલિગ્રાફે કહ્યું છે કે કેલોરીના હિસ્સાને ઘટાડીને બ્રેઇનને મજબૂત રાખવામાં મદદ મળે છે. પરંતુ ભોજનમાં ઘટાડો કરીને આ બાબતને પાળવી યોગ્ય નથી.
અમેરિકન એસોસિએસન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ મિટીંગમાં આના તારણ હાલમાં જ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવાની સલાહ મોટાભાગના લોકો વારંવાર આપે છે. જાણકાર લોકોનું પણ કહેવું છે કે ઉપવાસથી ઘણાં ફાયદા મળે છે. ફિટનેસ જાળવી શકાય છે. હવે સંસોધનમાં પણ આ બાબત સાબિત થઇ ચુકી છે.