આધુનિક સમયમાં લાઈફ સ્ટાઈલમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. બીજી બિમારીઓની સાથે સાથે કીડની ખરાબ થવાના મામલા પણ વધી રહ્યા છે. એક વખત કિડનીની બિમારી થઈ ગયા બાદ લોકો લાઈફથી હતાશ થઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે જો યોગ્ય રીતે સારવાર કરવામાં આવે અને સાવધાની રાખવામાં આવે તો કિડની ખરાબ થયા બાદ પણ લાંબા સમય સુધી જીવી શકાય છે. અનેક જાણીતા તબીબોએ આ સંદર્ભમાં તેમની પ્રતિક્રિયાઓ આપી છે. કિડનીને ખરાબ કરતા કેટલાક પરિબળોને લઈને સાવધાન રહેવાની જરૂર છે. દરરોજ સાત-આઠ ગ્લાસથી ઓછું પાણી પીવાની સ્થિતિમાં કિડની ખરાબ થવાનો ખતરો રહે છે.
આ ઉપરાંત વધારે પ્રમાણમાં મીઠું ભોજનમાં લેવાની બાબત પણ જોખમી છે. હાઈ બીપીની સારવારમાં લાપરવાઈ કરવાની બાબત પણ જાખમી સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમાં પેનકીલર લેવાથી પણ ખતરો રહે છે. કોઈને પણ દવાઓને લઈને પણ પ્રયોગો કરવા જોઈએ નહીં. કેટલીક દવાઓ ખાસ કરીને આયુર્વેદિક અને વિદેશી દવાઓમાં લેડ અને પોટેશિયમનુ પ્રમાણ વધારે પ્રમાણમાં રહે છે જે કિડની માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કિડનીની બિમારીથી બચવા માટે પણ કેટલીક સલાહ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પૂરતા પ્રમાણમાં ફળ અને કાચી શાકભાજી ઉપર વધારે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.
દ્રાક્ષની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.મેગ્નેશિયનમની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. મેગ્નેશિયમવાળી ચીજા વધારે પ્રમાણમાં લેવી જોઇએ. ભોજનમાં મીઠું, સોડિયમ અને પ્રોટીનનું પ્રમાણ ઘટાડી દેવું જોઇએ. ૩૫ વર્ષની વય બાદ વર્ષમાં એક વખત બ્લડપ્રેશર અને સુગરની ચકાસણી ચોક્કસપણે કરાવવી જોઇએ. બ્લડપ્રેશર અને ડાયાબિટીસના લક્ષણ મળી ગયા બાદ અન્ય તબીબી ચકાસણી કરાવવી જોઇએ. પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ભોજનની સુવિધા હમેશા રાખવી જોઇએ. નિયમિત રીતે કસરત અને વજન ઉપર નિયંત્રણથી પણ કિડનીની આશંકાઓને પણ ઘટાડી શકાય છે. કિડનીની બિમારી ધરાવતા દર્દીઓને ચોક્કસ પ્રકારના ભોજનને ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. પ્રોટીન, કેલેરી, વિટામીન, સોડિયમ અને અન્ય ચીજા યોગ્ય પ્રમાણમાં લેવી જોઇએ. કિડનીની હાલતને ધ્યાનમાં લઈને વધુ પ્રમાણમાં કિડનીને મજબૂત રાખી શકે તેવી ચીજો રાખવી જોઇએ. પ્રવાહી પદાર્થોનો ઉપયોગ વધારે કરવો જોઇએ.