મુંબઇ : લોકપ્રિય ગાયિકા માઇલી સાઇરસ અને કેટલીન કાર્ટર હાલમાં એક સાથે રહે છે. તેમના સંબંધિત પતિઓથી અલગ થઇ ગયાબાદ બંને સાથે રહે છે. તેમના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલા સમયથી ચાલી રહી છે. તેમની વચ્ચે સજાતિય સંબંધોની ચર્ચા ગરમ છે. જો કે આને એકદમ નક્કર સમર્થન મળ્યુ નથી. હાલમાં બંને ન્યુયોર્કમાં પ્રેમીની જેમ બંને સાથે નજરે પડી હતી. ડીનરમાં જતી બંને દેખાઇ હતી. હાલમાં સાયરસે લોકપ્રિય ફોટોગ્રાફર ડેવિડ લાશપૈલના પુસ્તક લોસ્ટ ફાઉન્ડ માટે એક ન્યુડ ફોટો પડાવ્યો હતો. આ ફોટોમાં માઇલી એક પરીના રૂપમાં નજરે પડી હતી.
ફોટોમાં તે ન્યુડ દેખાઇ રહી હતી પરંતુ વાસ્તવમાં માઇલીએ એક પારદર્શી બોડી શુટ પહેરીને આ ફોટો પડાવ્યો હતો. આ પારદર્શી બોડીશુટ પર પિન્ક કલરના ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે તે સંપૂર્ણપણે ન્યુડ નજરે પડી રહી નથી લોસ્ટ ફાઉન્ડ લાશપૌલના દશક પહેલાનુ પુસ્તક છે.
જેમાં ૧૫૦થી વધારે એવા ફોટો છે જે ક્યારેય હજુ સુધી પ્રકાશિત કરવામાં આવ્યા નથી. આમાં લાશપૈલના ૮૦ના દશકમાં ન્યુયોર્કમાં કરવામાં આવેલા કામથી લઇને હાલના ફોટોનો સમાવેશ થાય છે. લોસ્ટ ફાઉન્ડમાં પબ્લિશ થનાર ફોટોમાં માઇલી સાઇરસ ઉપરાંત જુલિયન અસાન્જે, ડેવિડ બોવી, નાઓમી કેમ્બલે, હિલેરી ક્લિન્ટન, માઇકલ જેક્સન, ડ્વેન જોન્સનલેડી ગાગા, રિહાના, એમ્બર રોજષ ઉમા થર્મન જેવી હસ્તીના ફોટોનો સમાવેશ થાય છે. માઇલી સાઇરસ હાલમાં કાર્ટર સાથે તેના સંબંધોને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે.