આધુનિક સમયમાં બાળકો સ્માર્ટ ફોનની જેમ જ વધારે સ્માર્ટ બની ગયા છે. જો તમે તેમના સ્માર્ટ ફોનના ઉપયોગ પર કેટલાક અંશે અંકુશ મુકવા માટે ઇચ્છુક છો તો તમારે પણ સ્માર્ટ પેરેન્ટસ બની જવાની જરૂર હોય છે. હાઇટેક થઇ રહેલા જમાનામાં બાળકોને સ્માર્ટ ફોનથી દુર રાખવા માટેની બાબત હવે મુશ્કેલરૂપ બનતી જઇ રહી છે. આજકાલમાં બાળકો બોલવાનુ પછી શિખી છે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા પહેલા શિખી જાય છે. કેટલાક અભ્યાસ બાદ સંશોધકો એવા તારણ પર પહોંચી ગયા છે કે પહેલાની તુલનામાં આજકાલના બાળકોની ડિજિટલ સમજ ઝડપથી અને વહેલી તકે વિકસિત થઇ રહી છે. બાળકો સ્માર્ટ ફોન, ટેબલેટ્સ અને લેપટોપ પર આખરે આટલા સમય સુધી કરે છે શુ તેને લઇને દરેક માતા પિતા ચિંતાતુર છે.
પરેશાની તો એ વખતે વધી જાય છે જ્યારે તેઓ ઇચ્છા હોવા છતાં પણ બાળકોને તેના ઉપયોગથી દુર રાખી શકતા નથી. આજના સમયમાં મોટા ભાગના માતા પિતા આ સમસ્યાથી પરેશાન થયેલા છે. જો તમે પણ આ પરેશાનીમાં છો તો કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી શકે છે. જેના કારણે સીધી રીતે ફાયદો થઇ શકે છે. કેટલાક એપની મદદથી હવે બાળકોને સ્કીન ટાઇમથી સમયબદ્ધ કરી શકાય છે. કેટલાક એપ આવી ગઇ છે જે બાળકોને સ્માર્ટ ફોનના ઉપયોગ પર અંકુશ મુકવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. જે એપ રહેલા છે તેમાં એક પેરેન્ટલ કન્ટ્રોલ બોર્ડ છે. આ શ્રેણીના કેટલાક એપ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ એપની મદદથી જાણી શકાય છે કે આપના બાળકો સ્માર્ટ ફોન અને આઇપેડ મારફતે કોને ફોન કરે છે.
કોની સાથે કેટલા સમય સુધી વાત કરવામાં આવી રહી છે તે બાબતની માહિતી પણ મળી જાય છે. કોને કેટલા મેસેજ કરવામાં આવી રહ્યા છે તેના અંગે માહિતી મળી શકે છે. સાથે સાથે આ બાબતની માહિતી પણ મળી જાય છે કે તે જુદી જુદી સોશિયલ સાઇટ પર તે ક્યારેય ઓનલાઇન રહે છે. એટલુ જ નહીં જેટલા લોકો અથવા તો બાળકોથી તેમને દુર રાખવા માટે ઇચ્છુક છો તે લોકોના ફોન અને ઇમેલ એડ્ર્સેને પણ આ એપના માધ્યમથી બ્લોક કરી શકો છો. બાળકોને આ તમામ કોલ કરવા, તેમને મેસેજ મોકલવા અને સોશિયલ મિડિયા પર એકાઉન્ટ સાથે જોડાઇ જવા પર બ્લોકની સ્થિતી થઇ શકે છે. આપના બાળકો નાના હોય કે પછી મોટા આ એપ્લીકેશનની મદદથી તમે તેમના માટા કેટલાક મુળભુત ધારાધોરણને અમલી કરી શકો છો. તેમના પર કેટલાક નિયંત્રણ લાગુ કરી શકાય છે. આમાં સાપ્તાહિક અને માસિક રીપોર્ટ પર સામેલ છે. આ એપના માધ્યમથી તમે આ બાબતને પણ નક્કી કરી શકો છો કે એક સપ્તાહમાં અથવા તો એક મહિનામાં બાળક કેટલા કલાક સુધી ઇન્ટરનેટ ઉપયોગ કરી શકે છે.
તે સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ ઇન્ટરનેટ બ્લોક થઇ જશે. સાથે સાથે એપની મદદથી સ્માર્ટ ફોન લોકેશનના આધાર પર તમે આ બાબતને પણ જાણી શકાય છે કે તેમના બાળકો ક્યાં હોય છે. ફેમિલી લિન્ક અને પેરેન્ટલ કન્ટ્રોલ બોર્ડ અને કિડ્સ ઝોન જેવા એપ રહેલા છે. આ એપ્લીકેશનની મદદથી તમે બાળકોના સ્માર્ટ ફોનના ઉપયોગ માટે સમય નક્કી કરી શકો છો. એટલુ જ નહીં બલ્કે સ્માર્ટ ફોન રિબુટ કરવામાં આવ્યા બાદ રિલોક થવા અને ફોન કોલ કરવાની સાથે ટેક્સ્ટ મેસેજ બ્લોક કરવામાં આવી શકે છે. બાળકો જો જરૂર કરતા વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તો આ એપ્લીકેશનથી તેને પણ બ્લોક કરવામાં આવી શકે છે. કોઇ બાળક જો સેક્સ અથવા તો પોર્ન કન્ટેન્ટ સર્ચ કરે છે તો તેને પણ તે સર્ચ કરવા દેશે નહીં. સાથે સાથે કઇ અલગ સર્ચ કરવા માટે કહેશે. તમે આ એપના માધ્યમથી ઇન્ટરનેટ ઉપયોગ કરવાના સમય પર સરળ રીતે નક્કી કરી શકો છો. ક્યુસ્ડોયિલ પેરેન્ટલ કન્ટ્રોલ એપ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેમાં ફ્રી વેબ ફિલ્ટરિંગ અને બાળકોના ઇન્ટરનેટ ઉપયોગ માટે સમય નક્કી કરવામાં ભૂમિકા રહે છે. આની સાથે સાથે તમે પોર્નોગ્રાફી, જુગાર, અયોગ્ય સાઇટ, કોલ ટેકેસ્ટ મેસેજ અને કોઇ ખાસ મોબાઇલ નંબરને બ્લોક કરવામાં આવી શકે છે.
બાળકોની તમામ એક્ટિવિટી પર નજર પણ રાખી શકો છો. અન્ય એક એપ સેફ બ્રાઉજિંગ પેરેન્ટલ કન્ટ્રોલ પણ છે. આ ડિજિટલ યુગમાં માત્ર પેરેન્ટલ કન્ટ્રોલ પુરતા પ્રમાણમાં નથી. જો તમારા સ્માર્ટ ફોનમાં સેફ બ્રાઉજિંગ નથી તો આપને આ એપનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઇએ. આ એપની મદદથી બાળક નેટ પર એક જ સામગ્રી જોઇ શકશે જે તેના માટે અનુ કુળ છે.