દુર્ભાગ્યથી નોકરીના સ્થળ પર યૌન ઉત્પીડન અથવા તો જાતીય સતામણી અને યુવતિઓ અને મહિલાઓ સાથે જુદી જુદી રીતે ચેડાના બનાવો હાલમાં વધી રહ્યા છે. નોકરીના સ્થળ પર યૌન ઉત્પીડનના સૌથી વધારે કેસ બિહારમાં બની રહ્યા છે. ચિંતાની બાબત તો એ છે કે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ દેશભરમાં આવા સત્તાવાર રીતે ૩૧૮ કેસ નોંધાઇ ચુક્યા છે. બિન સત્તાવાર રીતે આ આંકડો આના કરતા પણ ખુબ વધારે છે. કમનસીબ બાબત એ છે કે નોકરી કરતી મહિલાઓ માટે યૌન ઉત્પીડન અથવા તો સતામણી જેવી બાબત સામાન્ય બની ગઇ છે. કેટલાક કિસ્સામાં સાહસી મહિલાઓ અને યુવતિઓ આની સામે ફરિયાદ પણ ઉઠાવે છે. આની સાથે ઓફિસ મેનેજમેન્ટ દ્વારા પણ પગલા લેવામાં આવે તે જરૂરી છે.
કામકાજી મહિલાઓને સ્વતંત્ર રીતે કામ કરવા માટે યોગ્ય અને આદર્શ માહોલ બને તે જરૂરી છે. જે કર્મચારીઓ તેમના નીચલા સ્તરની યુવતિઓ અને મહિલાઓને કોઇ પણ બહાનાથી હેરાન પરેશાન કરે છે તેમની સામે મેનેજમેન્ટે પગલા પણ લેવા જોઇએ. બિહારમાં યુવતિઓ સામે નોકરીની જગ્યાએ છેડતી અને હેરાનગતિના બનાવો સૌથી વધારે બની ગયા છે. બીજા સ્થાને દિલ્હી અને ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્ર છે. વર્ષ ૨૦૧૪તી વર્ષ ૨૦૧૬ વચ્ચેના ગાળામાં દેશના જુદા જુદા રાજ્યોમાં કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનના કુલ ૩૧૮ કેસ સપાટી પર આવ્યા હતા. આ અંગેની માહિતી મહિલા અને બાળ વિકાસ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઇરાની દ્વારા આપવામાં આવી હતી. જાણકાર લોકોના કહેવા મુજબ મોટા ભાગના મામલા સત્તાવાર રીતે દાખલ કરવામાં આવતા નથી. જા સત્તાવાર રીતે આવા કેસ દાખલ કરવામા આવે તો આંકડો હજારોમાં પહોંચી શકે છે. રાજ્યોની વાત કરવામાં આવે બિહારમાં સૌથી વધારે કેસ દાખલ કરવામાં આવ્યા છે.ચ ગુજરાતના મામલા આમાં દર્શાવવામાં આવ્યા નથી. સમગ્ર ભારતની વાત કરવામા આવે તો જુદા જુદા વર્ષમાં જુદા જુદા કેસ નોંધાઇ ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં ૫૭, વર્ષ ૨૦૧૫માં ૧૧૯ અને વર્ષ ૨૦૧૬માં ૧૪૨ કેસ સપાટી પર આવ્યા છે.
નોકરીના સ્થળ પર યૌન ઉત્પીડન તમામ કાયદા અને સખ્ત નિયમના આંકડા છતાં દર વર્ષે કેસોની સંખ્યામાં વધારો થાય છે. અલબત્ત સ્મૃતિ ઇરાનીએ કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૩ના કાયદા હેઠળ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નોકરીના સ્થળ પર યુવતિઓ અને મહિલાઓને યોગ્ય અને આદર્શ માહોલ બને તેવા અધિકાર મહિલાઓને આપવામાં આવ્યા છે. નોકરીના સ્થળ પર યૌન ઉત્પીડનને રોકવામાં કેટલાક રાજ્યો સફળ પણ સાબિત થયા છે. જેમાં અરૂણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા,, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન અને સિક્ક્મનો સમાવેશ થાય છે. યૌન ઉત્પીડનને લઇને સ્પષ્ટ પરિભાષા કાયદામાં કરવામાં આવી છે. જેના ભાગરૂપે કોઇ પણ પ્રકારની મંજુરી વગર શારરિક સંપર્ક, માંગ અને અનુરોધ , અશ્લીલ સાહિત્ય દર્શાવવા માટેની બાબત, યૌન કુદરતી શારરિક મૌખિક અથવા તો બિન મૌખિક આંચરણ પણ યૌન ઉત્પીડન હેઠળ આવે છે.
રાજ્યોમાં જુદા જુદા કેસો સપાટી પર આવ્યા છે. જે રાજ્યોમાં યૌન ઉત્પીડનના કેસો બની ચુક્યા છે તેમાં બિહાર, દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને બંગાળનો સમાવેશ થાય છે. કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનના કેસો જુદા જુદા સ્થળ પર બને છે. આ સમસ્યા ખાસ કરીને કોર્પોરેટ જગતમાં વધારે જાવા મળે છે. કોર્પોરેટ ઓફિસ પોતાના માપદંડ સ્થાપિત કરીને પણ યોગ્ય દાખલા બેસાડી શકે છે. આ દિશામાં યોગ્ય નિયમો લાગુ કરવામાં આવે તો પગલા લેવામાં આવે તો અસર થઇ શકે છે. રાજ્યોમાં પોલીસ તંત્ર પણ આ દિશામાં અસરકારક પગલા લઇ શકે છે. કોર્પોરેટ કંપનીઓ માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવે તે જરૂરી છે. આના કારણે બનાવોને રોકી શકાય છે. બીજી બાજુ મહિલાઓ અને યુવતિઓ પણ આધુનિક સમયમાં સાહસી અને બોલ્ડ બનીને માહોલને યોગ્ય બનાવી શકે છે. મહિલાઓ અને યુવતિઓને કામની સ્વતંત્રતા આપી તેમનુ ગૌરવ અને માન જાળવી રાખીને આદિશામાં પહેલ કરી શકાય છે. વર્ષ ૨૦૧૩માં મહિલા સુરક્ષા કાનુન છતાં કેસોમાં અવિરત પણે સતત વધારો થઇ રહ્યો છે.