મથુરા અને વૃંદાવન અનેક વખત ફરવા માટે ગયા હશો તે બાબત શક્ય છે. મથુરા અને વૃંદાવનમાં પહોંચ્યા બાદ ત્યાંના પૌરાણિક મંદિરોના દર્શન પણ ચોક્કસપણે કર્યા હશે. પરંતુ શુ તમે ભગવાન કૃષ્ણની યાદો સાથે જોડાયેલા એવા સ્થળો પર ગયો છો જે ભગવાન કૃષ્ણની પ્રેમ, ભક્તિ અને દંડ આપવા માટે સંબંધિત છે. આ વખતે જ્યારે મથુરાના યાત્રા કરવામાં આવે ત્યારે આ સ્થળોની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે. આ સ્થળોની મુલાકાત લેવાની બાબત જ અલગ છે. આ સ્થળ કોઇ વિશાળ મહેલ અથવા તો ભવ્ય મંદિર નહીં બલ્કે નાના નાના ટિલા તરીકે છે.
જેને સમયની સાથે સાથે કાન્હાની સાધના સ્થળી તરીકે વિકસિત કરવામાં આવ્યા છે. આની ખાસ વિશેષતા રહેલી છે. ભગવાન કૃષ્ણની પવિત્ર સ્થળી સાથે અનેક કથા જોડાયેલી છે. કંસ ટીલાની સાથે કથા જોડાયેલી છે. આ એ જગ્યા એ છે જ્યાં ભગવાન કૃષ્ણે દુરાચારી રાજા કંસને યુદ્ધ દરમિયાન આ સ્થળ પર ધરાશાયી કરી દીધો હતો. આ ટીલા પરથી કંસને ધકેલી દીધો હતો. જેથી તેનુ નામ કંસ ટીલા તરીકે છે. આ સ્થળ મથુરામાં યમુનાના કિનારે પરિક્રમાં માર્ગ પર સ્થિત છે. આ ટિલાને પાંચ હજાર વર્ષ પહેલાના ગણવામાં આવે છે. આની ઉંચાઇ ૪૦ ફુટ ઉંચી રહેલી છે. કાંલાતરમાં અહીં એક મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જે કૃષ્ણને તેમના ભાઇ બલરામને સમર્પિત છે. કંકાળી ટિલાની સાથે પણ કથા જોડાયેલી છે. આના સંબંધ પણ કંસ સાથે રહેલા છે.
કંસ કંકાલી દેવીના ભક્ત તરીકે હતો. આ ટિલા પર કંકાળી દેવીનુ મંદિર સ્થિત છે. જેથી તેને કંકાળી ટિલા તરીકે ગણવામાં આવે છે. થોડાક વર્ષો પહેલા પુરાત્વ વિભાગ દ્વારા આ સ્થાન પર ખોદકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ખોદકામ દરમિયાન તેમને કુંડળ પણ મળી આવ્યા હતા. તપાસ કરવામા આવ્યુ ત્યારે જાણવા મળ્યુ હતુ કે તે કૃષ્ણકાળના હતા. મથુરા-વૃંદાવનને ભગવાન વિષ્ણુના પરમ પ્રિય સ્થાન તરીકે ગણવમાં આવે છે. જેથી તેઓએ આ તીર્થને તીર્થરાજ પ્રયાગ કરતા પણ વધારે શ્રેષ્ઠ રાખવાની દિશામાં પહેલ કરે છે. ભગવાન વિષ્ણુના ભક્ત બાળક પ્રહલાદે જે સ્થળ પર તપસ્યા કરી હતી તે સ્થાન પણ અહીં છે. જેને ધુવ્ર ટિલાના નામથી ઓળખાય છે.
નારદ મુનિની યાદ સાથે જોડાયેલા નારદ ટિલાની પણ કેટલીક વિશેષતા રહેલી છે. સાથે સાથે સપ્ત રિશિની સ્મૃતિમાં સપ્ત રિશી ટિળાની પણ એક મંદિરની સાથે હાજરી રહેલી છે. શુ તમને આ અંગે માહિતી છે કે મોનસુનની સિઝનમાં સૌથી મોટા તીર્થ તરીકે કોને ગણવામાં આવે છે. સવાલ આપને ચોક્કસપણે હેરાન કરી શકે છે. પરંતુ આ વાસ્તવિકતા છે. કારણ કે વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ ચતુર્માસની શરૂઆત થઇ જાય છે. આવી સ્થિતીમાં ભગવાન વિષ્ણુ પાતાળમાં જતા રહે છે. જેથી ગૃહસ્થ જીવન સાથે સંબંધિત તમામ શુભ કાર્ય ચતુર્માસમાં કરવામા આવતા નથી. તીર્થ યાત્રા માટે પણ એક માન્યતા છે કે આ દરમિયાન તીર્થોના તીર્થ મથુરા અને બૃજભુમિ જવાની જરૂર હોય છે. મથુરા અને પુરી બૃજ ભૂમિને તીર્થના તીર્થ કહેવામાં આવે છે. આ તીર્થનુ સ્થાન તીર્થરાજ પ્રયાગ કરતા પણ ઉપર છે.
ધાર્મિક માન્યતા એવી છે કે ચતુર્માસમાં જો યાત્રા કરવાની જરૂર હોય છે તો ચોક્કસપણે મથુરા અને વૃંદાવન જવુ જોઇએ. જો તમે પણ મોનસુનની સિઝનમાં કોઇ જગ્યાએ જવાની યોજના ધરાવો છો તો ચોક્કસપણે મથુરા અને વૃંદાવન જવુ જોઇએ. આ પ્રવાસ સ્થળ તમામ લોકોને આકર્ષિત કરે છે. ભગવાન શ્રીકૃષ્ણની અનેક યાદો મથુરા અને વૃંદાવન સાથે જોડાયેલી છે. શ્રદ્ધાળુઓને તો દરરોજ મોટી સંખ્યામાં આ સ્થળો આકર્ષિત કરે છે. મથુરા અને વૃંદાવનનુ નામ આવતાની સાથે જ ભગવાન શ્રીકૃષ્ણ તમામ દિલોદિમાગમાં છવાઇ જાય છે. મોનસુનની સિઝનમાં હમેંશા આ તમામ સ્થળોની ખુબસુરતી અનેક ગણી વધી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મથુરા અને વૃંદાવનમાં અનેક લીલા કરી હતી. જે અમે ટીવી સિરિયલ અને તમામ જુના ગ્રથમાં વાંચતા રહીએ છીએ.