ઘણાં અભિનય સમ્રાટ એક વર્ષમાં એકાદ ફિલ્મ કરતાં હોય છે, જ્યારે અક્ષયકુમાર એક જ વર્ષમાં સતત ત્રણ ચાર ફિલ્મો કરે છે. તેની સ્ફૂર્તિ, શક્તિ, એક્શન, એન્ટર્ટેઈનમેન્ટ અને એક્ટિંગ પણ દમદાર હોય છે. તેની ફિલ્મોનાં વિષયોની પસંદગી પણ હટકે હોય છે. થોડા દિવસ પહેલા જ આવેલી ફિલ્મ પેડમેનમાં તેનાં અભિનયનાં વખાણ કરતાં લોકો થાકતાં નથી. હજી તેને છ મહીના પણ નથી થયા અને ફિલ્મ કેસરી રીલીઝની તૈયારીમાં છે.
અક્ષયકુમારની ફિલ્મ કેસરી હોળી પર રીલીઝ થવા માટે તૈયાર છે. તેને થોડા સમય પહેલા જ તેની જાયન્ટ પાઘડી સાથેનો ફોટો શેર કર્યો હતો અને હવે આ જ કેસરીનાં પાઘડી લૂકમાં અફઘાની બાળકો સાથે ફરી એક તસવીર ટ્વીટર પર શેર કરી આનંદ વ્યક્ત કર્યો છે.