જે લોકો મોબાઇલથી થોડાક સમય માટે પણ દુર રહી શકતા નથી તે લોકોને હવે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમય સુધી જીવવા માંગતા લોકોને સ્માર્ટ ફોન અને ફોનનો ઉપયોગ ચોક્કસપણે ઘટાડી દેવો પડશે. જે લોકો કેટલાક અભ્યાસના તારણ બાદ હાલમાં મોબાઇલ પર આધાર રહેવાની ટેવને ખતમ કરવાની ઇચ્છા રાખે છે તેમને વધારે ઝડપથી આ દિશામાં કામ કરવાની જરૂર છે. કેટલાક સાક્ષીઓ અને પુરાવા અભ્યાસ બાદ સપાટી પર આવ્યા છે જે સંકેત આપે છે કે સ્માર્ટ પર વધારે આધાર રાખવાની સ્થિતીમાં અમારી ઉંઘ, સેલ્ફ સ્ટીમ, રિલેશનશીપ, યાદશક્તિ, એલર્ટનેસ , ક્રિએટિવિટી પર પ્રતિકુળ અસર થઇ રહી છે. નિર્ણય લેવાની ક્ષમતા પર પણ અસર થઇ રહી છે.
સ્માર્ટ ફોનના ઉપયોગને ઘટાડી દેવા માટે એક કારણ એ છે કે વધારે પડતા ઉપયોગથી વ્યક્તિની વય ઘટે છે. વૈજ્ઞાનિકો કહે છે કે સ્માર્ટ ફોન અમારા શરીરની અંદર સ્ટ્રેસને વધારે છે. સાથે સાથે સ્ટ્રેસને વધારે તે હાર્મોન કોર્ટિસોલને વધારે છે. કોર્ટિસોલ અમારા આરોગ્યને નુકસાન કરે છે. સાથે સાથે જીવનને ઘટાડે છે. આધુનિક સમયમાં ફોન એડિક્શન વધારે છે. જાણકાર લોકો કહે છે કે ડોપામીનના કારણે અમે ફોન એડિક્ટેડ થઇ રહ્યા છીએ. ફોનના કારણે અમારા કોર્ટિસોલ વધવાની બાબતને ખતરનાક ગણી શકાય છે. કોર્ટિસોલ એક એવા હાર્મોન તરીકે છે જે શરીરમાં અચાનક કોઇ ટ્રિગરથી અમારો બચાવ કરે છે. જેમાં બ્લડ પ્રેશર, હાર્ટ રેટ અથવા તો બ્લડ શુગરનો સમાવેશ થાય છે.
જો કે શરીરમાંથી તો ટેન્શનની સ્થિતીમાં પણ કોર્ટિસોલ રિલીઝ થાય છે. મોબાઇલ ફોનના કારણે કેન્સર થાય છે કે કેમ તેણે લઇને ચર્ચા લાંબા સમયથી છેડાયેલી છે ત્યારે હવે બ્રિટનમાં અગ્રણી વૈજ્ઞાનિકોની ટીમ એવા તારણ ઉપર પહોંચી છે કે, સેલફોન હેલ્થ ટોઇમ બોમ સમાન છે. તેમના જણાવ્યા મુજબ મોબાઇલ ફોનના ઉપયોગ સાથે સંબંધિત ૨૦૦થી વધુ અભ્યાસ કરવામાં આવી ચુક્યા છે. તમામ અભ્યાસમાં બ્રેઇન ટ્યુમર જેવી આરોગ્યની ખતરનાક તકલીફ ઉભી થવાની વાત પણ કરવામાં આવી છે. હકિકતમાં તેમના સંસોધન અહેવાલમાં વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે, ગ્લીઓમા નામથી અસામાન્ય જોવા મળતા બ્રેઇન ટ્યુમર થવાની શક્યતા પણ મોબાઇલના કારણે રહેલી છે. અન્ય અભ્યાસમાં પણ ઘણાં મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવી ચુક્યા છે. વર્ષ ૨૦૦૮માં સ્વીડીસ અભ્યાસમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા બાળકોમાં ટ્યુમર થવાનો ખતરો વધારે રહેલો છે. અન્ય અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે, મોબાઇલ ફોનના ઉપયોગથી વર્તનની સમસ્યા ઉભી થાય છે.
સગર્ભાવસ્થા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા માતાના બાળકોમાં વર્તન હિંસક હોવાની વાત સપાટી પર આવી ચુકી છે. બ્રેઇન સેલને પણ નુકશાન થાય છે. અહેવાલના જાણકારોનું કહેવું છે કે, લાંબા ગાળે મોબાઇલ ફોનનો ઉપયોગ આરોગ્ય સાથે સીધી રીતે સંક્ળાયેલો છે. જૂન મહિનામાં વિશ્વ આરોગ્ય સંગઠને પણ કબૂલાત કરી હતી કે, મોબાઇલથી કેન્સર થઇ શકે છે. હેન્ડફ્રી કિટ્સનો ઉપયોગ કરતી વેળા કેટલીક સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી. જો કે વૈજ્ઞાનિકોએ એવી કબૂલાત પણ કરી છે કે, અભ્યાસના તારણો સાબિત થઇ શક્યા નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોબાઇલ ખાસ કરીને બાળકો માટે વધારે ખતરનાક છે. અભ્યાસ મુજબ મોબાઇલ ફોન કંપનીઓ અને સરકારે કોઇ નવી ટેકનોલોજી શોધી કાઢવી જોઇએ.
મોબાઇલથી થતા નુકસાન અગાઉ વારંવાર અહેવાલોમાં આવતા રહ્યાં છે. મોબાઇલના વધારે ઉપયોગથી નુકસાન થાય છે તે સંબંધમાં પ્રોફેસર ડેવિડ ગ્રીનફિલ્ડે માહિતી આપતા કહ્યુ છે કે જો ફોન તમારી આસપાસ છે અથવા તો તેના ફોનની રિંગ પણ તમને સંભળાય છે તો આપના કોર્ટિસોલનુ પ્રમાણ વધી જાય છે. કોર્ટિસોલનુ વધતુ જતુ પ્રમાણ આપના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. લાંબા ગાળા બાદ આ નુકસાન થાય છે. ફોન દરેક રીતે ખતરનાક સાબિત થાય છે. કોર્ટિસોલના વધતા પ્રમાણથી ડિપ્રેશન, સ્થુળતા, ટાઇપ બી ડાયાબિટીસ પણ થઇ શકે છે.