ટુંક સમયમાં જ જે ચીજો અમારી લાઇફમાંથી વિદાય લેનાર છે તેમાં ઘરમાં રહેલા રસોડા પણ સામેલ છે. રસોડા હવે ઇતિહાસ બની જાય તેવી શક્યતા છે. હવે મોટા શહેરોથી લઇને નાના શહેરોમાં પમ બહારથી ભોજન મંગાવવાની બાબત કોઇ ફેશન નહીં બલ્કે એક ટેવ બની રહી છે. રૂટીન હિસ્સા તરીકે બહારથી ભોજન મંગાવવાની બાબત બની રહી છે ત્યારે હવે ભવિષ્યમાં ઘરના રસોડા ખતમ થઇ શકે છે. નિયમિત જવનના હિસ્સા તરીકે આને ગણવામાં આવે છે. એવા પરિવારમાં જ્યાં પતિ અને પત્નિ બંને નોકરી કરે છે અથવા તો પત્નિ હાઉસવાઇફ છે અને ઘરમાં એક નાના બાળક છે તો તે ઘરમાં બંને સમયમાં અથવા તો કમ સે કમ એક વખતે બહારથી ભોજન મંગાવવામાં આવે છે.
મોટી વયમાં પહોંચી રહેલા પતિ અને પત્નિ અને જેમના બાળકો બહાર રહે છે તેવા લોકો પણ સામાન્ય રીતે ભોજન બહારથી મંગાવેછે. જ્યારથી કેટલીક કંપનીઓ અલગ અલગ રેસ્ટોરન્ટથી ભોજન બહારથી મંગાવીને ઘરે પહોંચાડી દેવા લાગી છે ત્યારે આ સિલસિલો વધારે ઝડપથી વધી રહ્યો છે. હવે ઓનલાઇન ભોજન મંગાવવાની પણ ફેશન છે. આમાં ખર્ચ પણ એટલો જ થાય છે. અનાજ, તેલ, શાકભાજી અને અન્ય ચીજા મારફતે જેટલો ખર્ચ થાય છે તેટલો જ ખર્ચ આમા પણ થાય છે. હવે રસોડામાં સામાન્ય રીતે સન્નાટો રહે છે. ક્યારેય ક્યારેય ચા બનાવવા માટે રસોડામાં લોકો જાય છે. હવે મોટા ભાગની ચીજો રેડી ટુ કુક આવવા લાગી ગઇ છે. પેકેટ ખોલીને તરત જ તૈયાર કરી શકાય છે. આવી રીતે કેટલીક ચીજો આવવા લાગી ગઇ છે.
જાણકાર લોકો માની રહ્યા છે કે ટુંક સમયમાં જ ભારતમાં પેકેજ્ડ ભોજનનુ પ્રમાણ વધી જશે. શક્ય છે કે આજથી થોડાક વર્ષ બાદ રસોડા વગર મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવશે. અથવા તો એક નાનકડા હિસ્સાને રસોડા તરીકે રાખવામાં આવશે. જેમાં ગેસ સિલિન્ડર પણ આવી શકશે નહીં. એટલે કે રસોડાની હાજરી પ્રતિકાત્મક રીતે રહી જશે. રસોડા ખતમ થવાની સ્થિતીમાં દુખ મનાવવા માટે કોઇ કારણ નથી. વિતેલા વર્ષોમાં રૂઢીવાદી પરિવારમાં પુત્રવધુને રસોડાથી બહાર નિકળવા માટેની તક જ મળતી ન હતી. કેટલીક વખત તો મહેમાન આવી જવાની સ્થિતીમાં એક જ પુત્રવધુ ૭૦-૮૦ રોટલી બનાવતી હતી. રોટલી બનાવતી બનાવતી કેટલીક મહિલાઓ તો બિમાર પણ થઇ જતી હતી. તમામને ભોજન ખવડાવનાર મહિલા જ કેટલીક વખત તો ભુખી રહી જતી હતી. તાજેતરના આધુનિક સમયમાં કેટલાક પુરૂષો પણ રસોડામાં પ્રવેશી ગયા છે અને પોતાની પત્નિને રસોડામાં તમામ પ્રકારની મદદ કરે છે. રસોડાની આગમાં કેટલીક મહિલાઓની મહત્વકાંક્ષા તો સ્વાહા થઇ ગઇ છે.
પુરૂષોએ રસોડામાં એન્ટ્રી કરીને કેટલાક કેસોમાં મહિલાઓના બોજને ઘટાડી દેવામાં ભૂમિકા અદા કરી છે. રસોડાના અસ્તિત્વ સામે હવે સંકટ જોવા મળે છે. સામાન્ય લોકોમાં આને લઇને હાલમાં જોરદાર ચર્ચા પણ છેડાયેલી છે. ભાગદોડની લાઇફમાં લોકો આજે અનેક પ્રકારની તકલીફ અનુભવી રહ્યા છે. આવી સ્થિતીમાં પતિ અને પત્નિ બંને કમાણી કરતા થયા છે. નોકરીનો ક્રેઝ વધી રહ્યો છે. આવી સ્થિતીમાં સમય ઓછો મળી રહ્યો છે. બીજી બાજુ આ બાબતની નોંધ લઇને જુદા જુદા ખીણી પીણીના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓ લોકોની ઇચ્છા મુજબના ભોજનને તૈયાર કરી રહી છે. સાથે સાથે કોઇ પણ વધારાના ચાર્જ વગર ઘર સુધી પહોંચાડી દેવાનુ કામ પણ કરી રહી છે. આવી સ્થિતીમાં બહારથી ઓર્ડર આપીને ભોજન મંગાવી લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. આવી સ્થિતીમાં રેડી ટુ કુક ચીજોની બોલબાલા પણ વધી રહી છે. આવી ચીજોનુ માર્કેટ કદ આગામી દિવસોમાં વધારે મજબુત બનવાની શક્યતા છે. કંપનીઓ દ્વારા જુદા જુદા માર્કેટ સર્વે કરવામાં આવી રહ્યા છે જેમાં જાણવા મળ્યુ છે કે હાલના સમયમાં બહારથી ભોજન મંગાવવાનો સતત ક્રેઝ વધી રહ્યો છે.