બાગી 2નું ટ્રેલર લોંચઃ  ટાઇગર શ્રોફનો બોડી બિલ્ડિંગ લુક

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બાગીની સફળતા બાદ બોક્સ ઓફિસ પર ખૂબ જ જલદી બાગી 2 ધૂમ મચાવવા આવી રહી છે. બાગી 2 ફિલ્મનું  ટ્રેલર આજે લોંચ કરવામાં આવ્યું. ટ્રેલર જોતા ફિલ્મ એક્શનથી ભરપૂર છે તેમ જાણી શકાય છે. ટાઇગર શ્રોફ બોડી બિલ્ડિંગ લુકમાં એકેશન કરતો જાવા મળી રહ્યો છે.

ફિલ્મની વાત કરીએ તો ટાઇગર શ્રોફ એક આર્મી ઓફિસર છે અને તેની એક્સ ગર્લ ફ્રેન્ડના બાળકી રિયાને શોધી રહ્યો છે, અને રોની એટલે કે ટાઇગર શ્રોફ નેહાને મદદ કરી  રિયાને શોધવાના મિશન પર નીકળે છે. ત્યાર બાદ એક પછી એક એકેશન સિક્વન્સ જોઇ શકાય છે. આ ફિલ્મમાં જોરદાર સ્ટંટ્સ, ચેઝ સિક્વન્સ, એર સ્ટ્રાઇક્સ, બોમ્બ બ્લાસ્ટ અને ઘણી બધી એક્શન સિક્વન્સ જોઇ શકાય છે. શું રોની રિયાને શોધી શકશે, આ માટે બાગી 2 જોવી જ રહી. જે ૩૦ માર્ચના રોજ રિલિઝ થવા જઇ રહી છે.

એક્શન ફિલ્મ બાગી 2 સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે અને તેનું દિગ્દર્શન અહમદ ખાને કરેલું છે. ટાઇગર શ્રોફ અને દિશા પટણી લીડ રોલમાં જોવા મળશે.

જુઓ એક્શન પેક્ડ બાગી 2નું ટ્રેલરઃ

 

Share This Article