મુંબઇ : સુપરસ્ટાર રજનિકાંતની નવી ફિલ્મ દરબાર માટેના પોસ્ટરને જારી કરવામાં આવ્યા બાદ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ ટુ બાદ રજનિકાંત વધુ એક ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ કંપની લાયકા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મદરબાર વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. એવા હેવાલ મળી રહ્યા છે કે આ ફિલ્મમાં હવે રજનિકાંતની સાથે પ્રતિક બબ્બરને લેવામાં આવી ચુક્યો છે. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા અદા કરનાર છે.
હજુ સુધી દરબારને લઇને ચર્ચા ચારી રહી હતી. ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ છે. પ્રતિક બબ્બર છેલ્લી વખત અનુભવ સિંહાની ફિલ્મમાં નજરે પડ્યો હતો. મુલ્ક ફિલ્મમાં તેની ચાવીરૂપ ભૂમિકા હતી. પ્રતિક કોંગ્રેસના નેતા અને વિતેલા વર્ષોના અભનેતા રાજ બબ્બરના પુત્ર છે. તે સ્વર્ગસ્થ સ્મિતા પાર્ટિલનો પુત્ર છે. ફિલ્મ દરબારનુ નિર્માણ કામ હાલમાં જારી છે.
જો કે ફિલ્મના સંબંધમાં હવે ધીમે ધીમે વિગત સપાટી પર આવી રહી છે. ફિલ્મને લઇને હવે ધીમે ધીમે રોમાંચક વિગત સપાટી પર આવી રહી છે. ફિલ્મનુ નિર્દેશન એઆર મુરુગદાસ કરી રહ્યા છે. જેના માટે રજનિકાંતે પોતાની ફી પણ ઓછી કરી દીધી હતી.ફિલ્મમાં રજનિની ભૂમિકા છે. રજનિકાંત ઉપરાંત ફિલ્મમાં નિવેદા, રવિ કિશન અને કૃણાલ ખેમુની પણ ભૂમિકા છે. દરબાર ફિલ્મમાં રજનિકાંત ફરી એકવાર પોલીસના રોલમાં નજરે પડનાર છે. પ્રતિક બબ્બરે કહ્યુ છે કે તેને ખુબ નાનકડા અનુભવ બાદ આટલા મોટા બજેટની આટલી મોટી ફિલ્મ મળી રહી છે જેથી તે ખુબ ખુશ છે. કોઇ મોટા સપનાને પૂર્ણ કરવા જેવી આ બાબત છે. રજનિકાંત સાથે કામ કરવાને લઇને તે ખુબ આશાવાદી છે. પ્રતિકે આ વર્ષે સાન્યા સાગરની સાથે લગ્ન કરી લીધા હતા. હાલમાં પ્રતિક પિતા રાજ બબ્બર માટે પ્રચાર કરી રહ્યો છે.