નાઇટ શિફ્ટ એટલે કે નીંદની કમી, આરામની કમી અને શરીર પર માઠી અસર. નાઇટ શિફ્ટના કારણે સંપૂર્ણ શેડ્યુલ ખોરવાઇ પડે છે. ખાવા પીવાથી લઇને ઉંઘી જવા સુધી કોઇ ટાઇમ ટેબલ રહેતા નથી. સમયની સાથે સાથે અમારી બોડી પણ રાત્રી ગાળામાં ઉંઘવાની ટેવ પાડી લે છે. પરંતુ નાઇટ શિફ્ટમાં ઉંઘવાની બાબત તો દુર રહી આ અંગે વિચારણા પણ કરી શકાય નહી. આ જ કારણ છે કે નીંદ પુરી ન થવાની સ્થિતીમાં અને પૂર્ણ શેડ્યુલ ખોરવાઇ જવાની સ્થિતીમાં શરીર પર માઠી અસર થાય છે. શરીર પરેશાન થાય છે. થાક વધારે લાગે છે. વારંવાર ગુસ્સો આવે છે. માથામાં દુખાવો રહે છે. કોઇની સાથે વાત કરવાની ઇચ્છા થતી નથી. આવી સ્થિતીની સામે લડવા માટે કેટલીક બાબતો દર્શાવવામાં આવી છે જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
નાઇટ શિફ્ટ કરનાર લોકોને દિવસમાં ભરપુર આરામ કરવાની જરૂર હોય છે. જે રૂમમાં ઉંઘી જવા વિચારો છો ત્યાં સંપૂર્ણ પણે અંધારપટ્ટ રહે તે જરૂરી છે. ત્યાં કોઇ જાતના અવાજ કોઇએ કરવા જાઇએ નહીં. નીંદ પૂર્ણ થવાની સ્થિતીમાં તમામ પિડા દુર થઇ શકે છે. નારાજગી અને ગુસ્સો થવાની બાબત પણ દુર થઇ જશે. દરરોજ યોગના આસન કરવાથી પણ તમે ઇરિટેશનથી દુર રહી શકો છો. આના કારણે એકાગ્રતા વધે છે. નાઇટ શિફ્ટમાં સામાન્ય લોકો વિચારે છે કે તેઓ અડધી રાત્રે ડિનર કરી લેશે. પરંતુ આવુ કરવાથી ડાઇટ રૂટીન ખરાબ થઇ જાય છે. જેના કારણે શરીર પર સીધી અસર થાય છે. નાઇટ શિફ્ટમાં કામની શરૂઆત ભોજન બાદ જ કરવામાં આવે તે જરૂરી છે. જેથી ધ્યાન કેન્દ્રિત રહે છે. નાઇટ શિફ્ટમાં આઠથી ૧૦ વાગ્યા વચ્ચેના ગાળામાં ભોજન કરી લેવામાં આવે તે જરૂરી છે. કેટલાક લોકો નક્કરપણે માને છે કે ભોજન કરી લીધા બાદ નીંદ આવવા લાગી જાય છે.
જેથી તઓ નાઇટ શિફ્ટમાં ભોજન કરીને કામ કરી શકતા નથી. આવી સ્થિતીમાં હળવુ ભોજન કરી શકાય છે. જેમ કે પૌઆ, રાઇસ, સલાદ અન જ્યુસ અને દહીનો સમાવેશ થાય છે. ઇડલી, ડોસા જેવી ચીજા પણ લઇ શકાય છે. આર્યુવેદના કહેવા મુજબ રાત્રે કલાકો સુધી જાગવાના કારણે શરીરમાં વાટા ડ્રાઇનેસ થઇ જાય છે. જેથી રાત્રી ગાળામાં થોડાક પ્રમાણમાં વર્ક આઉટ કરવામાં આવે તે જરૂરી છે. જા કે નાઇટ શિફ્ટના કારણે વર્ક આઉટ માટે વધારે સમય મળતો નથી. જા સમય મળી પણ જાય છે તો એમ વિચારીને વર્ક આઉટ કરતા નથી કે તેઓ થાકી જશે. ત્યારબાદ નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે નહીં.
આ પ્રકારની વિચારધારા વાજબી પણ છે. નાઇટ શિફ્ટમાં કામ કરનાર મહિલાઓને સ્તન કેન્સરનો ખતરો વધી જાય છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યા બાદ આ મુજબના તારણ જારી કર્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મોડી રાતથી વહેલી સવાર નિયમીત કામ કરનાર મહિલાઓમાં કેન્સરનો ખતરો ચાર ઘણો વધી જાય છે. નિયમીત રીતે મોડી રાત સુધી નોકરી કરનાર મહિલાઓને જાખમ સૌથી વધારે રહે છે. અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી સવારમાં નિયમીત રીત કામ કરનાર મહિલાઓમાં પણ ખતરો રહેલો છે. એકંદરે દિવસમાં કામ કરનાર મહિલાઓની સરખામણીમાં મોડી રાતની શિફ્ટમાં નોકરી કરનાર મહિલાઓમાં ખતરો ૪૦ ગણો વધારે રહેલો છે. પરીણામો નિર્દેશ કરે છે કે વારંવાર નાઇટ શિફ્ટ કેન્સરના ખતરાની સાથે સાથે અન્ય બિમારીઓને પણ આમંત્રણ આપે છે. નાઇટ શિફ્ટમાં લાંબા ગાળા સુધી કામ કરનાર લોકોમાં પણ ખતરો રહેલો છે.
આ અભ્યાસ કરનાર ડેનીસ કેન્સર સોસાયટીના તબિબ જાની હેન્સેનને ટાંકીને બ્રિટનના જાણીતા અખબાર મીરરે કહ્યું છે કે દિવસમાં નિયમીત કામ કરવાથી કોઇપણ પ્રકારનો બિનજરૂરી ખતરો નથી. સાંજના ગાળામાં કામની પસંદગી કરનાર લોકોમાં સવારમાં કામ કરતા લોકોની સરખામણીમાં ખતરો વધી ગયો છે. અભ્યાસમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે છ વર્ષ સુધીના ગાળામાં એક સપ્તાહમાં ત્રણ રાત્રી અથવા તો તેનાથી વધુ સમય સુધી કામ કરનાર મહિલાઓમાં રાત્રી શિફ્ટમાં કામ નહીં કરતી મહિલાઓમાં ખતરો બે ગણો વધારે છે. જ્યારે વધુ સમય સુધી કામ કરનારમાં ખતરો અનેક ગણો વધી જાય છે. ૬૯૨ મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.